Home ગુજરાત સવર્ણ સમાજના લોકો સરકારનો આ ઠરાવ રદ ન કરવાની માંગ સાથે આવ્યા...

સવર્ણ સમાજના લોકો સરકારનો આ ઠરાવ રદ ન કરવાની માંગ સાથે આવ્યા રસ્તા પર, આવેદનપત્ર અપાયું

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, પાટણ: (સુનિલ પટેલ)

ગુજરાત રાજપૂત યુવા સંઘ ,પાટણ શહેર રાજપૂત સમાજ દ્વારા શનિવારે ૧/ ૮ /૨૦૧૮ ના ઠરાવને રદ ન કરી તેને કાયમ રાખવા અને બિન અનામત વર્ગના મહિલા ઉમેદવારો ને અન્યાય ન થાય તે માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .

- Advertisement -

હાલમાં રાજ્યમાં વિવિધ સંગઠનો દ્વારા સરકારના ૧ ઓગસ્ટ, ૨૦૧૮ના અનામત વર્ગના મહિલા ઉમેદવારો ને સરકારી નોકરીઓ માં નુકસાન થાય તેવા ઠરાવને રદ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆતો થઇ રહી છે. કેટલાક ધારાસભ્યો અને સાંસદો એ પણ આ ઠરાવ ને રદ કરવા માટે સરકાર ને રજૂઆતો કરી છે ત્યારે હવે આ ઠરાવ રદ થવાથી બિન અનામત વર્ગ ની મહિલા ઉમેદવારોને બહુ મોટું નુકસાન થવાની શક્યતાઓ હોવાથી શનિવારે પાટણ જિલ્લાના રાજપૂત કરણી સેના, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ,પાટણ શહેર રાજપૂત સમાજ અને બ્રહ્મસમાજ સહિત વિવિધ સવર્ણ સમાજના લોકોએ બિન અનામત વર્ગના ઉમેદવારો માટે સરકારે કરેલા ૧/૮/૨૦૧૮ ના ઠરાવને રદ ન કરવા અને આ ઠરાવ અને ચાલુ રાખવા ની માંગ સાથે કલેકટર આનંદ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .

આ પ્રસંગે કરણી સેના ના સભ્ય મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સવર્ણ સમાજ માટે રાજ્ય સરકાર દ્વારા ૧ / ૮ /૧૮ ના રોજ બિન અનામત વર્ગના ઉમેદવારો માટે સ્પષ્ટીકરણ કરીને ઠરાવ કરવામાં આવ્યો છે.

આ ઠરાવ સમર્થનમાં પાટણ જિલ્લાના તમામ સવર્ણ સમાજના લોકોએ સાથે મળીને કલેકટર ને રજૂઆત કરી છે વધુમાં જણાવ્યું હતું કે સરકારે જે ઠરાવ કર્યો છે તે બિન અનામત વર્ગના યુવાનો માટે ખૂબ જ જરૂરી છે માટે અમે આ ઠરાવના સમર્થન રજૂઆત કરી રહ્યા છીએ કેટલાક રાજકીય લોકો પોતાના રાજકીય રોટલા શેકવા માટે બહેનોને ગેરમાર્ગે દોરીને ખોટા આંદોલનો ઉભા કરી રહ્યા છે વિરોધ કરનાર લોકોએ સરકાર ના ઠરાવ નો અભ્યાસ કરવો જોઈએ અને તેને સમજવો જરૂરી છે.

આ અંગે જોશી જીનલબેને જણાવ્યું હતું કે, સરકારના ૧/૮/૧૮ ના ઠરાવથી કોઈપણ વ્યક્તિને નુકસાન થતું નથી અમારા માટે સરકારે જે ઠરાવ કર્યો છે તે કોઈ પણ હિસાબે રદ કરવામાં ના આવે તેવી અમારી માંગણી છે તેમજ પોલીસ ભરતી માં પાસ થયેલ બિન અનામત વર્ગના મહિલા ઉમેદવારોના કોલ-લેટર સરકાર છોડતી નથી તો સરકારે હવે ઝડપથી આ કોલ લેટર ઇશ્યુ કરી દેવા જોઈએ તેવી અમારી માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here