ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે લોકતંત્રને મજબૂત કરવા નવા યુવા મતદારોને મતદાર યાદીમાં મતદાન માટેનો અધિકારથી વંચિત ન રહે તે માટે જાગૃતિ લાવવા મતદાતા ચેતના અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.
આ મતદાતા જનચેતના અભિયાનના આયોજન પૂર્વે ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કાગથરા ઉપરાંત ભાજપના જિલ્લા અને શહેરના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, દિલીપભાઈ ભોજાણી, અભિષેક પટવા, ડૉ વિનોદ ભંડેરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદમાં આ અભિયાન માટે માહિતી આપવામાં આવી હતી. આ તબક્કે જામનગર જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર, શહેર મીડિયા કન્વીનર ભાર્ગવ ઠાકર ઉપસ્થિત રહ્યાં હતાં.
આગામી 25 અને 26 ચૂંટાયેલા પ્રતિનધિઓ અને સંગઠનના લોકો મતદાર યાદીમાં નોંધણી અને સુધારા માટે કાળજી પૂર્વક મતદાર જન જાગૃતિ અભિયાન એટલે કે , મતદાતા ચેતના અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.