ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજળી, વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે બસ સુવિધામાં વધારો કે નવા રુટ ફાળવવા અને સમયમાં ફેરફાર કરી આપવા, દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, ખેતીવાડી વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, જેટકોની કામગીરી સહિતના મુદ્દાઓ બાબતે રજૂઆત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જામનગરના વિકાસને ધ્યાને રાખીને કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓને સક્રિયતા દાખવવા અને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરી તેનો અમલ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર પરમાર, સંલગ્ન કાર્યપાલક ઇજનેરઓ, પ્રાંત અધિકારીઓ, મમલતદારઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.