Home ગુજરાત પાટણમાં સિદ્ધરાજ જયસિંહના 877માં નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

પાટણમાં સિદ્ધરાજ જયસિંહના 877માં નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, પાટણ: (સુનિલ પટેલ)

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને વિવિધ સંસ્થાઓએ રાજા સિદ્ધરાજ અને પાટણ ના સ્થાપક વનરાજ ચાવડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- Advertisement -

પાટણ ના રાજવી સિદ્ધરાજ જયસિંહ સોલંકી ની ૮૭૭ મી પુણ્યતિથિ નિમિતે આજરોજ ઉત્તરાયણ ના દિવસે પાટણ શહેર ના બગવાડા દરવાજા ખાતે આવેલ રાજા સિદ્ધરાજ સોલંકી ની પ્રતિમા ને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા , શહેર રાજપૂત સમાજ અને ની વિવિધ સેવાભાઈ સંસ્થાઓ ના પદાધિકારીઓ , વિવિધ સમાજ ના અગ્રણીઓ , રાજકીય આગેવાનો , પદાધિકારીઓ દ્વારા રાજા સિદ્ધરાજ અને વનરાજ ચાવડા ની પ્રતિમાં ને પુષ્પાંજલી અર્પણ કરી રાજા સિદ્ધરાજ અને પાટણ ના સ્થાપક વનરાજ ચાવડા અમર રહો ના નારા લગાવવામાં આવ્યા હતા .

ગુજરાત સામ્રાજ્યના સુવર્ણ યુગ એવા સોલંકી વંશના ચક્રવતી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ સોલંકી એ ત્રણ વર્ષની નાની ઉંમરે પાટણ ની રાજગાદી સંભાળી હતી. વિક્રમ સંવત ૧૧૫૦ થી ૧૧૯૯ એમ ૪૯ વર્ષ સુધી રાજા સિદ્ધરાજે શાસન કર્યું. તે સમયગાળામાં રાજા જયસિંહે પોતાના રાજના સીમાડા વધાર્યા હતાં અને દિલ્લી થી માળવા સુધી પોણા ભાગના ભારત પર શાસન કર્યું હતું. ત્યારે ઉતરાયણ ના દિવસે દરવર્ષ ની જેમ આ વર્ષે પણ સિદ્ધરાજ જયસિંહના ૮૭૭ માં નિર્વાણ દિન નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત રાજપૂત યુવા સંઘ દ્રારા રાજા જયસિંહને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સૌ પ્રથમ રાજપૂત સમાજ દ્વારા પંચ દ્રવ્યો દ્વારા રાજા ની પ્રતિમા પર અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ માલ્યા અર્પણ કરી રાજા ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પાટણ ના સ્થાપક રાજા વનરાજ ચાવડા ના તૈ લ ચિત્ર ને પણ પુષ્પાજલી આપવામાં આવી હતી .

મહારાજાધિરાજ સિધ્ધરાજ જયસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના પાટણ જિલ્લા ના કન્વીનર મદારસિંહ ગોહિલ , પ્રદેશ કારોબારી સદસ્ય ભરત સિંહ વાઘેલા , જિલ્લા ના મહા મંત્રી માહિપતસિંહ રાજપૂત ,ડોક્ટર વનરાજસિંહ વાઘેલા , રતન સિંહ સોલંકી ,ભેમુજી વાઘેલા ,કે એન સોલંકી ,ગંભીરસિંહ વાઘેલા , શંભુજી વાઘેલા ,નટવરસિંહ ચાવડા , વિજયસિંહ પરમાર તેમજ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ ,ઉપ પ્રમુખ લાલેશભાઈ ઠક્કર , પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, પક્ષ ના નેતા મનોજ પટેલ,શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી ,લાયન્સ ક્લબ ના પ્રમુખ ગૌરવ મોદી ,સામાજિક અગ્રણી યતિંનભાઈ ગાંધી ,નાગરિક બેન્ક ના ચેરમેન સુરેશભાઈ પટેલ ઇતિહાસકાર અશોકભાઈ વ્યાસ , ભાજપના સતિષભાઈભાઈ ઠક્કર ,જયેશ પટેલ,વેપારી મહામંડળ ના પ્રમુખ મહાસુખભાઈ મોદી.મંત્રી કેશવ લાલ , કમલેશ ઠક્કર ,અસુતોસ પાઠક , સંજય મોદી, તેમજ રાજપૂત સમાજના યુવાનો સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા સિદ્ધરાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યાર બાદ પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડાની પ્રતિમાને માલ્યાર્પણ કરી ‘રાજા સિદ્ધરાજ અમર રહો’ ‘પાટણની પ્રભુતા અમર રહો’ના નારા લગાવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here