Home ગુજરાત 500 વિદ્યાર્થીઓને આ સંસ્થાના દાતાએ આપ્યા સ્કૂલબેગ, આવો છે સંકલ્પ

500 વિદ્યાર્થીઓને આ સંસ્થાના દાતાએ આપ્યા સ્કૂલબેગ, આવો છે સંકલ્પ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, પાટણ: (સુનિલ પટેલ)

પાટણના ધરણોજ ગામે શાળાના ૫૦૦વિદ્યાર્થીઓ ને સ્કૂલબેગનું વિતરણ કરાયું હતું. આ તકે ખાસ જહુમાતાજી ના મંદિર માં ફૂલો ની આંગી કરવામાં આવી હતી. દાતા રાજુભાઇ શાહ એન્ટ્રોપ દ્વારા દરવર્ષે આ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે.

- Advertisement -

પાટણ શહેર નજીક ધારણોજ ગામે આવેલ સૌ ના આસ્થાના કેન્દ્ર સમાં જહુ માતાજીના મંદિર પરિસદ ખાતે શનિવાર ના રોજ વિવિધ સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં સવારે જાહુમતાજી ના મંદિર પરિસર માં વિવિધ ફૂલો વડે સુંદર આંગી કરવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત રહેનાર પાટણ જિલ્લા કલેટર આનંદભાઈ પટેલનું ભવ્ય સ્વાગત રાજુભાઈ શાહ એન્ટ્રોપ દ્વારા કરવામાં આવ્યું હતું. ગામ ની બાલિકા ઓ દ્વારા ગામ માં કળશ યાત્રા યોજવામાં આવી હતી. ધારણોજ પ્રાથમિકશાળા ખાતે કલેટર આનંદ પટેલનું બેન્ડવાજાની સૂરીલી સરગમ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દાતા રાજુભાઇ શાહ દ્વારા આપવામાં આવેલ સ્કૂલ બેગ નું કલેક્ટર ના હસ્તે ૫૦૦ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું .આ કાર્યકર્મની શરૂઆત પહેલા શાળાની બાળા ઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂકરી કાર્યકર્મને દીપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમ રાજુભાઈ શાહ ( એન્ટ્રોપ ) અને તેમના પરિવાર દ્વારા યોજાયો હતો નાનકડા એવા ધારણોજ ગામ માં આજે તમામ સમાજ ના ગ્રામજનો એ એક જ છત નીચે એક સાથે નાત જાત ના ભેદ ભાવ ભૂલી ને સૌ એ પ્રસાદ ગ્રહણ કરી સમરસતા નું ઉદાહરણ પૂરુંપાડ્યું હતું રાજુભાઈ શાહ કાર્યક્રમ ના આયોજક જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેઓ હાલ બેલ્જીયનથી આવેલ રાજુભાઈ એ આદેશ્વર આદિનાથ ભગવાન ની અને જહુ માતાજી ની મૂર્તિના સ્થાપન માટે સહભાગી પણ બન્યા હતા.

આ કાર્યક્રમમાં રાજુભાઈ દ્વારા ગામના તમામ બાળકો ને પોપકોન, ફુગ્ગા, બુદ્ધિનાંબાલ સમગ્ર દિવસ દરમ્યાન આપવામાં આવ્યાં હતાં ત્યારે આવા સુંદર કાર્યક્રમને લઈ ગ્રામજનો પણ પ્રભાવિત થયાં હતાં આ પ્રસંગે કલેટર આનંદ પટેલે દ્વારા સુંદર પ્રવચન આપી રાજુભાઈ શાહ નો તેમજ ગ્રામ જનોનો આભાર વ્યક્ત કર્યો હતો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here