ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરના ધ્રોલ ખાતે લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ અને સંસ્થાને આર્થિક મદદ કરતા દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
સમારંભના અધ્યક્ષ રાઘવજીભાઈ પટેલ કૅબિનેટ મંત્રી, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ ગુજરાત સરકાર અને સમારંભના ઉદઘાટક ગુજરાત સરકારના પ્રફુલભાઈ પાનસેરીયા રાજ્યકક્ષાના મંત્રી,સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
સમાજનું ઘડતર કરવામાં માટે દીકરીઓને ભણાવી જોશે, કન્યા કેળવણી ભાગ રૂપે સમાજના ભામાસાઓ બે હાથે દાન દઈ રહ્યા છે તેને પણ હું અભિનંદન આપુ છું. એમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું આ ઉપરાંત રાજ્ય કક્ષાના સંસદીય બાબતો અને પ્રાથમિક માધ્યમિક અને પ્લોટ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા એ જણાવ્યું હતું કે, ટેકનોલોજી રોજ નવી આવશે પણ યુવાનોએ સંસ્કારોની જાણવાની પરવી પડશે, યુવાનોએ વ્યસનથી દૂર રહેવું પડશે.
લેઉવા પટેલ સેવા સમાજ ધ્રોલ સંચાલિત શ્રીમતી ડી. એચ. કે. મુંગરા કન્યા વિધાલય અને છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી પ્રતિભાવંત વિધાર્થીનીઓ તેમજ સંસ્થાને આર્થિક મદદરૂપ બનેલ દાતાઓના સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રમેશ ટીલાળા અને જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશ મુંગરા ઉપસ્થિત રહ્યા હતા. મતી ડીએચકે મુંગરા કન્યા વિદ્યાલય ની તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓના સન્માનના દાતા પરસોત્તમભાઈ કાનાણી રાજકોટ, દિનેશભાઈ મુંગરા અગ્રણી ઉદ્યોગપતિ જામનગર અને રમતગમત સાધનોના દાતા જયેન્દ્રભાઈ મુંગરા ઉપપ્રમુખ પટેલ ભાણજી ભીમજી ચેરીટેબલ ટ્રસ્ટ ધ્રોલ નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સાથે સાથે સંસ્થાને બે હાથે દાન દેનાર દાતાઓનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું