ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર જિલ્લા કલેકટરબી.એ.શાહના અધ્યક્ષસ્થાને શહેરી તકેદારી સમિતિ, જિલ્લા તકેદારી સમિતિ તેમજ મેન્યુઅલ સ્કેવેન્જર્સ પ્રોહીબીશન એક્ટ અંતર્ગત જુન-2023 અંતિત ત્રિમાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં, જિલ્લા અને શહેરી તકેદારી સમિતિની બેઠક અંતર્ગત, જિલ્લા કલેકટરદ્વારા પડતર કેસોના નિકાલ અંગે સૂચના આપવામાં આવી હતી. તેમજ, મેન્યુઅલ સ્કેવેન્જર્સ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત જુન- 2023 અંતિત ત્રિમાસિક બેઠકમાં સફાઈ કામદારોના હેલ્થ ચેકઅપ તથા તેમને જરૂરી સુરક્ષા સાધનો મળી રહે તે અંગે સુનિશ્ચિત કરવા માટે કલેકટરએ સમિતિના સદ્સ્યો સાથે પરામર્શ કર્યો હતો. તેમજ, આવાસ યોજનાનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લઈ શકે તે માટે પૂરતા પ્રયત્નો કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરુરી સૂચના આપી હતી.
ઉક્ત બેઠકમાં, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અન્ય પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ડૉ. ઘનશ્યામ વાઘેલા, ડી.આર.ડી.એ. નિયામક ચૌધરી, નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સુબીનલ સુથાર, નાયબ બાગાયત નિયામકતેમજ અન્ય વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.