ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર જિલ્લા નાં ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના વતની અને ફૌજ મા ઇલેકટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર (EME) મા 11 વર્ષ થી ફરજ બજાવતા જાડેજા રવીન્દ્રસિં હનુભા નામનાં જવાન પંજાબ ના ભટીન્ડા મા ચાલુ ફરજ દરમ્યાન વીર ગતી ને પામ્યા છે .
આ વીર જવાન નો પાર્થિવ દેહને 2, ઓગષ્ટ,2023ના બુધવારે ધ્રોલ ખાતે બપોરે લાવવામાં આવ્યો હતો. ત્યારે ધ્રોલ સહિત નાં પંથક નાં આગેવાનો સમાજ નાં લોકો ,સગા સબંધીઓ ,વગેરે ગઈકાલે બપોરે અરુણ પેટ્રોલિયમ પાસે જામનગર રાજકોટ હાઇવે , ધ્રોલ મા એકત્રિત થયા હતા. અને ધ્રોલ ત્રિકોણ બાગ થી તેમના માદરે વતન ગામ હાડાટોડા સુધી બહોળી સંખ્યા માં જોડાયા હતા.
આ શહીદ ની અંતિમ યાત્રા મા આર્મી ના સ્ટેશન હેડ ક્વાટર નાં અધિકારીઓ , જવાનો ઉપરાંત ,હર ધ્રોલ માજી સૈનિક સંગઠન, હાલાર માજી સૈનિક સંગઠન, ગુજરાત માજી સૈનિક સંગઠન, સુર્ય દેવ માજી સૈનિક સંગઠન રાજકોટ, તેમજ અન્ય સંગઠનો, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશ અકબરી, જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી નાં ચેરમેન મનીષ કટારીયા, સાંસદ પૂનમબેન માડમ નાં પ્રતિનિધિ, રાજકીય તથા બિન રાજકીય આગેવાનો આ વીર શહીદ ની અંતિમ યાત્રા મા જોડાયા હતા. અને ધ્રોલ થી હાડાટોડા સુધી શહીદ વીર અમર રહો નાં નાદ સાથે વીર શહીદ રવીન્દ્રસિંહ ને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
આ પછી તેમના વતન હડાટોડા માં શિહિદ વીર જવાન નાં અંતિમ સંસ્કાર લશ્કરી માંન સનમાન સાથે કરવામાં આવ્યા હતા. આ સમયે તેમના પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું. આ તકે ઉપસ્થિત સૌ કોઈ ની આંખો નમ જોવા મળી હતી.