આરોગ્ય વિભાગ જામનગર દ્વારા લાખાબાવળમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

તારીખ 1 થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવામાં આવે છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા જામનગર જિલ્લાના લાખાબાવળ ગામના આંબેડકર નગર આવાસ વિસ્તારમાં ફળિયા મીટીંગ માં સગર્ભા માતાને બોલાવી પ્રસુતિ બાદ 6 મહિના સુધી માત્ર માતાના ધાવણ નું મહત્વ સમજાવા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માતા બનવું અને બાળકને સ્તનપાન (Breast feeding) કરાવવું તે મહિલા માટે જીવનનો સર્વોતમ લ્હાવો હોય છે. એક માતા જ્યારે બાળકને વાત્સલ્યથી છાતીએ વળગાડીને દૂધ પીવડાવી રહી હોય તે દ્રશ્ય સૌથી પવિત્ર માનવામાં આવે છે.પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાયેલી જીવનશૈલીને (Life style) પરિણામે માતા બનતી યુવતીઓ બાળકને સ્તનપાન નથી કરાવી શકતી અથવા તો વજન વધી જવાની ચિંતાને કારણે બાળકને સ્તનપાન કરાવવાથી આ બાબતે શરમ અને સંકોચ અનુભવે છે. બાળકને સ્તનપાન કરાવવું એ માતાનો મોટો અધિકાર છે અને આ અંગેની જાગૃતિ લાવવા માટે વિશ્વમાં દર વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વર્લ્ડ બ્રેસ્ટ ફિડિંગ વીકની ઉજવણી કરવામાં આવે છે.

સ્તનપાનને પ્રોત્સાહન આપવા અને વિશ્વભરમાં બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે આ અઠવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. બાળકને 6 મહિના સુધી માત્ર માતાનું ધાવણ આપવાથી બાળકને રોગ સામે લડવાની શક્તિ મળે છે તથા બાળકના વિકાસમાં ખુબ મદદ કરે છે. સ્તન પાન કરાવવાથી માતા અને બાળક નો પ્રેમ વધે છે. તેમજ માતાઓને ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગો મલેરીયા , ડેન્ગ્યું વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીડો.એચ.એચ.ભાયા, તાલુકા હેલ્થ ઓફિસરડો.પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.ભૂમિ ઠુમરના માર્ગદર્શન હેઠળ ડી.એસ.બી.સી.સી ચિરાગભાઈ પરમાર , એફ.એચ.એસ. પુષ્પાબેન તીલાવટ,એમ.પી.એસ. પંકજ સરવૈયા અને વિમલ નકુમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.