ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા કચ્છી ભાનુશાળી પરિવારના પાંચ લોકો એકી સાથે ગઈકાલે શનિવારે સપડા ડેમમાં નાહવા પડ્યા હતા ત્યારે ડૂબી જતા પાંચ લોકોના એકી સાથે મોત થયા હતા.
58 દિગ્વિજય પ્લોટ અને 64 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકોના મોત થતાં કચ્છી ભાનુશાળી અને સિંધિ ભાનુશાળી પરિવારમાં માતમ છવાયો છે. પાંચ લોકોના મૃત્યુ થવાથી સવારથી દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં લોકોએ શોક પાળી ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.

મંગે અને દામા બંને પરિવારના લોકોમાં ભારે આંક્રદ છવાયો હતો. આ સમયે ઉપસ્થિતિ સૌ કોઈ લોકોની આંખો ભીની થઈ હતી…