રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું લોકાર્પણ, સૌરાષ્ટ્રને આપી અનેક ભેટો

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ :

ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે સૌપ્રથમ તેઓ રાજકોટ ખાતે આવેલ રાજ્યનું સૌપ્રથમ ગ્રીન ફિલ્ડ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી સૌરાષ્ટ્રથી દેશ-વિદેશને જોડતી ફ્લાયટો શરૂ થનાર છે. તે હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે.

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થતા જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેમને આવકારવામાં આવ્યા છે અને સીધા જ રાજકોટમાં ગુજરાત રાજ્યનું સૌપ્રથમ ગ્રીન ફિલ્ડ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચી વડાપ્રધાન મોદીએ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું અને ગ્રીન ફિલ્ડ એરપોર્ટની તમામ સુવિધા પણ મહાનુભાવોએ નિહાળી હતી.

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ થી અનેકવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં જનસભા અને સંબોધન કરતા ગુજરાતીમાં કહ્યું હતું કે કેમ છો ? બધા.. આ સમયે સૌરાષ્ટ્રવાસીઓએ પણ મોદી મોદીના નારા લગાવી અદકેરું સ્વાગત અભિવાદન કર્યું હતું.