Home ગુજરાત ઉમિયાધામ જાસપુરમાં NRI સ્નેહમિલન અભિવાદન સમારોહ યોજાયો

ઉમિયાધામ જાસપુરમાં NRI સ્નેહમિલન અભિવાદન સમારોહ યોજાયો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: (નિરવ જોશી)

મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે NRI સ્નેહમિલન અભિવાદન સમારોહનું તારીખ ૭ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ આયોજન થયું હતું. જેમાં વિદેશમાં વસતાં ૨૦૦ કરતાં વધુ NRI પરિવારોએ ખાસ હાજરી આપી હતી. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

- Advertisement -

વિશેષ મહત્વના મુદ્દાઓ :-
* ૨૦૦ કરતાં વધારે NRI પરિવારોની હાજરી
* ૧૦૦થી વધુ NRI પરિવારો સવારે યજ્ઞમાં બેસી મા ઉમિયાની પુજા અર્ચના કરી
* સમગ્ર કાર્યક્રમમાં ૧૦૦૦ કરતાં વધુ મા ઉમિયાના ભક્તોએ ભાગ લીધો હતો.  B2B  બિઝનેસ મિટીંગમાં દેશ અને વિદેશની ૨૦-૨૫ કંપનીઓએ ભાગ લીધો હતો, દેશની અર્થવ્યવસ્થામાં મદદરુપ બનશે.
* ૨૯ ફ્રેબુઆરી ૨૦૨૦ને શનિવારના રોજ વિશ્વઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ થશે.
* જાસપુર ખાતે ૧૩૧ મીટર ઉંચું વિશ્વનું સૌથી ઉંચુ મા ઉમિયાનું મંદિર બનશે.
* સંસ્થા દ્વારા વિશ્વ ઉમિયા સુરક્ષા કવચ(VUSK) યોજનાની જાહેરાત કરાઈ જેમાં માત્ર એક વખત ‍૩૧૦૦૦ રુપિયા ભરતાં પરિવારના તમામ સભ્યો ૧૦ લાખ રુપિયાનું કવચ અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here