લાલપુરના પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં સાંસદ પૂનમ માડમે સમીક્ષા કરી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે આવેલ પુરથી અસરગ્રસ્ત લાલપુર ગામની સાંસદ પૂનમબેન માડમે મુલાકાત લીધી હતી.સાંસદએ આ તકે વિસ્તારમાં થયેલ નુકસાની અંગેની વિગતો મેળવી હતી અને અસરગ્રસ્તોને મળવા પાત્ર સહાય ત્વરિત ચુકવવા તથા આરોગ્ય વિષયક કાર્યવાહી જલ્દીથી શરૂ કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ મુલાકાત દરમ્યાન સાંસદ સાથે પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, જિ.પં.બાંધકામ સમિતિ ચેરમેન કે.બી.ગાગીયા, તા.પં પ્રમુખ ધનાભાઈ કાંબરીયા, આગેવાન અરસીભાઈ કરંગીયા, પૂર્વ સરપંચ સમીરભાઈ ભેંસદડિયા અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.