કેબિનેટ મંત્રી રાધવજી પટેલે ઊંડ નદીના નવા નીરના વધામણા કર્યા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જોડીયા તાલુકાના કુનડ ગામમાં આવેલી ઊંડ નદીમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.

કૃષિમંત્રી અને અન્ય અગ્રણીઓ દ્વારા ઊંડ નદીમાં ફળ અને ગુલાબના પુષ્પો પધરાવીને નવા જળનું પૂજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લામાં ઊંડ નદી એ પેયજળનો મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાય છે. હાલમાં, ભારે વરસાદને પગલે જિલ્લામાં મહત્વપૂર્ણ તમામ નદીઓ અને ડેમમાં પાણીનો વિશાળ જથ્થો ઉપલબ્ધ છે.

કાર્યક્રમ દરમિયાન, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જોડીયા તાલુકા પંચાયતના સદસ્યઓ, આજુબાજુના ગામમાંથી આવેલા આગેવાનઓ અને બહોળી સંખ્યામાં કુનડ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.