ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરીણામે અનેક ચેકડેમો અને નદીનાળાઓ છલકાયા છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના પરિણામે નગરજનોની જીવાદોરી સમાન સસોઈ ડેમ ફરી એક વખત ઓવરફ્લો થતાં નગરજનોમાં આનંદની લાગણી છવાઈ છે. સાથે જ ડેમઓવરફ્લોના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.