ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ લાલપુર ખાતે આવેલા રોપા ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી. લાલપુર સામાજિક વનીકરણ રેન્જમાં સમાવિષ્ટ લાલપુર રોપા ઉછેર કેન્દ્રમાં આસોપાલવ, તુલસી, એલોવેરા, લીમડો જેવા વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોના રોપાનો ઉછેર અને માવજત કરવામાં આવે છે.
ભારે વરસાદને પગલે રોપા ઉછેર કેન્દ્રમાં થયેલા નુકસાનનો મંત્રીએ તાગ મેળવ્યો હતો. અતિવૃષ્ટિના કારણે રોપા અને ક્યારામાં નુકસાન નિપજ્યું હતું. મંત્રીએ આ અંગે અધિકારીગણને જરૂરી સૂચન- માર્ગદર્શન આપ્યું હતું.
મુલાકાત દરમિયાન, લાલપુર પ્રાંત અધિકારી એન. ડી. ગોવાણી, લાલપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર બૈડીયાવદરા, લાલપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર (વિસ્તરણ) સુ જાડેજા, લાલપુર તાલુકા વિકાસ અધિકારી પંકજ મહેતા, મામલતદાર બી.એમ. રાજકોટીયા, શિરસ્તદાર સંજય એ. ડોબરીયા તેમજ અન્ય કર્મચારીગણ ઉપસ્થિત રહયા હતા.