ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.1512 કરોડની ગ્રાન્ટના ચેક વિતરણ સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો હતો, જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. 46 કરોડનો ચેક વિતરણ કરાયો હતો.
આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર ,સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા , શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા, કમિશનર દિનેશભાઈ મોદી , દંડક કેતનભાઇ ગોસરાણી સહિતના જામનગર મહાનગરપાલિકાના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચેક સ્વીકાર્યો હતો.