ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર મદદનીશ નિયામક રોજગારની કચેરી, વિદેશ રોજગાર સેલ રાજકોટ અને ભવન્સ એચ.જે. દોશી ઈન્ફો ટેક ઇન્સ્ટિટયુટ કોલેજ દ્વારા ‘પાસપોર્ટ માર્ગદર્શન અને રોજગાર સેમિનાર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ડાયરેક્ટર ડો. હંસાબેન બી. શેઠ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જીલ્લા રોજગાર કચેરીના એમ્પેક્ષ બી કેરિયર કાઉન્સેલર અંકીતભાઈ ભટ્ટ દ્વારા અનુબંધમ પોર્ટલ તેમજ રોજગાર કચેરી ખાતે રજીસ્ટ્રેશન અને ભરતીમેળાઓ વિષે માહિતી અને માર્ગદર્શન પી.પી.ટી. દ્વારા આપવામાં આવ્યું હતું. તેમજ એપ્લિકેશન દ્વારા વિધાર્થીઓનું ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું.
વિદેશ રોજગાર સેલ, રાજકોટથી ઉપસ્થિત રહેલા હાર્દિકભાઈ મહેતા દ્વારા પાસપોર્ટ રજીસ્ટ્રેશન, વિદેશમાં રોજગારી અને અનુસ્નાતક અભ્યાસ વિષે પી.પી.ટી. દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનારના અંતમાં વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને અનુસ્નાતક માટે વિવિધ તકો અને રોજગારીની તકો વિષે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
ઉક્ત કાર્યક્રમમાં આયોજન બદલ પ્રોફેસર હસિત ચંદારાણા, રવિ ઓઝા અને હિરલ પંડ્યાએ જહેમત ઉઠાવી હતી. સેમિનારમાં થર્ડ યરમાં અભ્યાસ કરતા ૯૨ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારના અંતે પ્રોફેસર હષિત ચંદારાણા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમ મદદનીશ નિયામક રોજગાર સરોજ બી. સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.