જામનગર તાલુકામાં ટ્રેક્ટર સાધન ચકાસણી અને PM-KISAN યોજના અંતર્ગત eKYC કેમ્પ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર ખેતીવાડી શાખા દ્વારા તારીખ ૧૧/૦૭/૨૦૨૩ને મંગળવારના રોજ જામનગર તાલુકાના વિજરખી, મોડપર, ધુતારપર તથા ફલ્લા ગામો ખાતે ટ્રેક્ટર ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની સબસીડી કેસ ફાઈલમાં વિલંબ ન થાય તેમજ પારદર્શકતા પૂર્વક કામગીરી થાય તે હેતુથી આજુબાજુના કુલ ૪૦ જેટલા ગામોના ખેડૂત લાભાર્થીઓની ટ્રેક્ટર ઘટકની કેસ ફાઈલો એકસાથે ચકાસણી કરીને સમયમર્યાદામાં ખેડૂતોને સબસીડી મળી રહે તેવા હેતુંથી અંદાજે ૮૦ જેટલી કેસ ફાઈલોની કેમ્પ દરમ્યાન સાધન ચકાસણી કરવામાં આવેલ હતી.વધુમાં ઉપસ્થિત તમામ ખેડૂતોને પી.એમ. કિસાન યોજના અંતર્ગત આવનાર ૧૪માં હપ્તામાં eKYC ફરજીયાત કરાવવા બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કેસ ફાઈલોની ચકાસણી મદદનીશ ખેતી નીયામક, તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી) તથા ગ્રામ સેવક દ્વારા કરવામાં આવી હતી. કેમ્પ દરમ્યાન જિલ્લા ખેતીવાડી અધિકારી તથા વિવિધ ગામોના આગેવાનોએ હાજરી આપી હતી.