Home સૌરાષ્ટ્ર-કચ્છ રાજ્ય કક્ષાની ‘બાળ પ્રતિભા શોધ’ – 2019માં જામનગર જિલ્લાના આ બાળકોએ મેદાન...

રાજ્ય કક્ષાની ‘બાળ પ્રતિભા શોધ’ – 2019માં જામનગર જિલ્લાના આ બાળકોએ મેદાન માર્યું

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ધ્રોલ: (ચંદ્રેશ પરમાર)

ધ્રોલ શહેરમાં આવેલ છેલ્લા ત્રણવર્ષથી કાર્યરત ખારવા રોડ આવેલ આર્યવત સ્કૂલના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ ઝળક્યા છે. રાજકોટમાં તાજેતરમાં યોજાયેલી રાજ્ય કક્ષાની ‘બાળ પ્રતિભા શોધ’ – 2019 સ્પર્ધામાં ધ્રોલની નાનકડી એવી આર્યવ્રત સ્કૂલનાં બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

- Advertisement -

તા.26 અને 27 ડિસેમ્બર2019ના રાજકોટ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ‘બાળ પ્રતિભા શોધ’ સ્પર્ધામાં એકપાત્રીય અભીનય (અ- વિભાગ) સ્પર્ધામાં આદ્રોજા યુગકુમાર નિતેશભાઇ પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે યુુગે
વકૃતત્વ (અ- વિભાગ) સ્પર્ધામાં પણ બીજો ક્રમ હાંસલ કર્યો છે. આ ઉપરાંત દુહા-છંદ-ચોપાઈ(ખુલ્લો વિભાગ) સ્પર્ધામાં અગ્રાવત હિતકુમાર ગૌતમભાઈએ ત્રીજો ક્રમ હાંસલ કરી સમગ્ર જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ આ બાળકો તથા તેમની તૈયારી કરાવનાર શિક્ષકગણને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here