ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર:
તા. 15 અને 16 જૂન દરમ્યાન જામનગર જિલ્લામાં આવેલ બીપર જોય વાવાઝોડાના પરિણામે બાગાયતી પાકોના ખેતરોમાં નુકશાન થયું હોય તો આ પાકોના નવસર્જન માટે ખેડૂતોને માહિતગાર અને માર્ગદર્શન આપવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક તેમની ટીમ અને નાયબ બાગાયત નિયામક દ્વારા ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી.
નવસારી કૃષિ યુનિવર્સીટીનાં વૈજ્ઞાનિક ડો.એસ.એસ.ગાયકવાડ (આચાર્ય), ડો.જે.એચ.ગોહિલ (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક), ડો.એસ.કે.દેસાઇ (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક), એ.જે.ભડારી (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) અને સંયુક્ત બાગાયત નિયામકની કચેરી,રાજકોટ વિભાગ, રાજકોટ ના એ.એમ.દેત્રોજા (નાયબ બાગાયત નિયામક), એચ.પી.વોરા (મદનીશ બાગાયત નિયામક), એચ. ટી. ભીમાણી (મદદનીશ બાગાયત નિયામક), બી. પી. જેઠલોજા (મદદનીશ બાગાયત નિયામક) તેમજ નાયબ બાગાયત નિયામની કચેરીના પી.જે.જોષી (મદદનીશ બાગાયત નિયામક) અને બાગાયતી અધિકારીઓ દ્વારા જામનગરની નાયબ બાગાયત નિયામકની કચેરીના સહયોગ દ્વારા અસરગ્રસ્ત બાગાયતી પાકોના ખેતરોની મુલાકાત લીધી હતી.
બાગાયતી પાકો જેવા કે આંબા, લિંબુ, ખારેક, દાડમ વગેરેના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લઇ બાગાયતી પાકોમા વાવાઝોડા બાદ નવસર્જિત કરવા માટે લેવાના થતા પગલા/કાળજી વિશે ખેડુતોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.