Home ગુજરાત 150 મીટર રાષ્ટ્રધ્વજ સાથે રસ્તા પર હજ્જારો લોકોએ કાઢી સમર્થન રેલી

150 મીટર રાષ્ટ્રધ્વજ સાથે રસ્તા પર હજ્જારો લોકોએ કાઢી સમર્થન રેલી

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, પાટણ: (સુનિલ પટેલ)

નાગરિકતા સંશોધન કાયદો (એક્ટ) સી .એ. એ સમર્થન સમિતિ પાટણ જિલ્લા દ્વારા મંગળવાર ના રોજ સી.એ .એ અને એન .આર. સી ના સમર્થનમાં પાટણ શહેરમાં શેઠ એમ.એન હાઇસ્કુલ થી કલેક્ટર કચેરી સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ , આરએસએસ, વીએચપી સહિત વિવિધ સેવાભાવી , ધાર્મિક , સામાજિક સંસ્થાઓ ,વિવિધ સંગઠનો સહિત મોટી સંખ્યામાં લોકો ૧૫૦ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા અને સી એ એ ના સમર્થન માં કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું .

- Advertisement -

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સુધારો કાયદો સી.એ.એ ને એક્ટ સ્વરુપે સંસદમાં પસાર કરવામાં આવ્યો છે. દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવો ઐતિહાસિક મહત્વ ધરાવતો આ કાયદા ને રાષ્ટ્રપતિ દ્વારા પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

દેશના વિભાજન બાદ અનેક લોકો ને કેટલાક દેશોમાં તેમના ઉપર જુલમ અને અત્યાચાર, અપમાનો થ‌ઈ રહ્યા છે. આ બીલ થી આવા લોકો ને ખુબ વર્ષો બાદ રાહત મળવાની છે. કેટલાક દેશોના લઘુમતી ઓને ભારતમાં સન્માન પૂર્વક નાગરિકતા આપવામાં આવશે. વસુધૈવ કુટુમ્બકમ નું સૂત્ર હવે સાર્થક બનવા જઈ રહ્યું છે . દરેક ને સ્વમાન થી જીવન જીવવાનો અધિકાર છે અને માનવતા નુ પણ આ કામ છે ત્યારે ભારતનુ અસ્તિત્વ સનાતન ધર્મ ની સહિષ્ણુતા અને વિવિધતા ની સ્વિકાર્યતા ના મૌલિક સિદ્ધાંતો ને સ્વીકાર કરતા આ નાગરિકતા સંશોધન કાયદા ના સમર્થન માં આજરોજ પાટણ જીલ્લા નાગરિક શંશોધન કાયદા સમર્થન સમિતિ દ્વારા સી.એ .એ અને એન.આર.સી ના સમર્થનમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંગળવારે બપોરે ૨ વાગે પાટણ શહેર ના રાણકી વાવ રોડ પર આવેલ એમ. એન. હાઈસ્કૂલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ભારત માતાકી જય ના નારા બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ નાગરિક સંશોધન બિલ ના પ્રસ્તાવનું વાંચન કરવામાં આવ્યું હતું જેને તમામ ઉપસ્થિત લોકોએ ૐ કાર બોલી બે હાથ ઊંચા કરી નાગરિક સંશોધન બિલ ને સમર્થન આપ્યું હતું . ત્યારબાદ ઉપસ્થિત સાધુ-સંતો અને પાટણના સાંસદ ભરતસિંહ ડાભી , રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે કેસરી ધ્વજ ફરકાવી મહા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું .

એમ .એન. હાઈસકુલ થી નીકળેલી આ રેલીનું વિઠ્ઠલ ચેમ્બર પાસે પાટણ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર મનોજભાઈ પટેલ દ્વારા પુષ્પવર્ષા કરી રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ૧૫૦ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ મહારેલી શહેર માં ભારે આકર્ષણ સાથે દેશ ભક્તિ જગાવી હતી .મહારેલી શહેર ના મુખ્ય માર્ગો પર થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને ત્યાર બાદ કલેક્ટર આનંદ પટેલને નાગરિક સંશોધન બિલ ના સમર્થન મા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મંગળવારે નીકળલી મહારેલીમાં સ્વામી નિજાનંદ , ભાજપના પ્રદેશ મહા મંત્રી કે. સી .પટેલ , પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈ , જિલ્લા પ્રભારી મયંકભાઈ નાયક ,વિનુભાઈ પ્રજાપતિ ,કિશોરભાઈ મહેશ્વરી , મહેન્દ્રભાઈ પટેલ , સુરેશભાઈ પટેલ ,મનોજભાઈ પટેલ , શૈલેષભાઈ પટેલ , સ્નેહલભાઈ પટેલ , દશરથજી ઠાકોર , ગૌરાંગભાઈ મોદી , વીએચપીના નીતિનભાઈ વ્યાસ ,આતુંભાઇ રાવલ ,આર.એસ.એસ.ના ભીખાભાઇ પટેલ સહિત પાટણ જિલ્લા ભાજપ , આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ , ભારત વિકાસ પરિષદ ,ઇતિહાસ સંકલન સમિતિ , અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રોટરી ક્લબ , લાયન્સ ક્લબ , એક્ટીવ ગ્રુપ ,સિનિયર સિટીઝન , દુર્ગાવાહિની , ધારપુર મેડિકલ કોલેજ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ , છત્રીય વિકાસ સંઘ , હિંદુ જાગરણ મંચ ,શ્રીરામ સમિતિ , દેવીપુજક સમાજ ,સિંધી સમાજ , એપીએમસીના વેપારીઓ ,ઝીણીપોળ યુથ ક્લબ, ઠાકોર વિકાસ સંઘ , વેપારી એસોસિએશન ડોકટરો ,બિલ્ડરો ,સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલ , પાટણ વકીલ મંડળ , પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતો સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં સંસ્થાઓ ના પદાધિકારીઓ ,કાર્યકરો અને લોકો મહારેલીમાં જોડાયા હતા શહેરમાં નીકળેલી મહારેલી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું . રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રેલીમાં ગોઠવવામાં આવ્યો હતો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here