જામનગરમાં સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની કેલક્ટર કચેરીએ બેઠક યોજાઇ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના જિલ્લા કલેક્ટર અને પ્રમુખ બી.એ. શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, જામનગરના અધ્યક્ષ સ્થાને સમિતીની ત્રિમાસીક બેઠક, અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેક્ટર કચેરીના સંભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના યોગેશ સોનીએ પાવર પોઈન્ટ પ્રેઝ્ન્ટેશનથી રજુ કરી હતી તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે કલેક્ટરસાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી.

બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરના કમાન્ડર સંદિપ જયસ્વાલે “સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ” અંગેની વિગતો આપતા જણાવ્યુ હતુ કે નાંણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભંડોળમાં કુલ ૧૧૦ ટકા ફાળો એક્ત્ર થયેલ છે. તા. ૦૧/૦૪/૨૦૨૩ થી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં ૩૪ પરિવારોને રૂ.૩,૮૬,૨૦૦ ની માસીક આર્થીક સહાય, ૦૨ પરિવારોને રૂ.૫૫,૦૦૦ દિકરી લગ્ન સહાય તેમજ ૦૭ પરિવારોને અંતીમ ક્રિયા સહાય પેટે રૂ.૭૦,૦૦૦ ની સહાય ચુકવવામાં આવેલ છે.

ઉક્ત બેઠકમાં કલેક્ટરે પુર્વ સૈનિકો તથા સ્વ.સૈનિકોના ધર્મપત્ની અને તેઓના આશ્રીતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, ઈન્ડીયન આર્મી, નેવી અને એર ફોર્સના અધિકારીઓ તથા હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, એરફોર્સ એસોસીએશન જામનગરના પ્રમુખ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.