જામનગરમાં નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરાયું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

યુવા કાર્ય અને ખેલ મંત્રાલય ભારત સરકાર હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા શહેરના ધનવંતરી ઓડોટોરિયમ ખાતે જિલ્લાકક્ષાના યુવા ઉત્સવનું આયોજના કરવામાં આવ્યું હતું જેમાં પાંચ જેટલી વિવિધ પ્રતિયોગિતામાં 200થી વધારે યુવાનોએ ભાગ લીધો હતો.

કાર્યક્ર્મના પ્રારંભે અતિથિ વિશેષ તરીકે સરકારી કોમર્સ કોલેજના પ્રાચાર્ય એચ.બી.ઘેલાણીએ યુવાનોને માર્ગદર્શિત કર્યા હતા તથા જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગીએ કાર્યક્રમ વિશે યુવાનોને વિસ્તૃત માહિતી આપી હતી.

આ યુવા ઉત્સવમાં પાંચ જેટલી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ચેલ્સી ભાલાણી, દ્વિતીય ક્રમે ઋષિતા જોશી તથા તૃતીય ક્ર્મે તુલસી રાઠોડ આવેલ હતા.

ચિત્ર સ્પર્ધામાં પ્રથમ હિમાંશી ઈંગોલે, દ્વિતીય સ્થાને દર્શક પરમાર તથા તૃતીય સ્થાને લલન હસ્તી આવેલ હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રથમ સ્થાને એમડીસી ડાન્સ ગૃપ, દ્વિતીય સ્થાને માધવ ક્રિષ્ના ગૃપ તથા તૃતીય સ્થાને રાધે ક્રિષ્ના ગૃપ આવેલ હતા. મોબાઇલ ફોટોગ્રાફી પ્રતિયોગીતામાં પ્રથમ જોશી કૌશિક, દ્વિતીય દિકુંજ વાઘેલા તથા તૃતીય સ્થાને વિશ્વા દોશી આવેલા હતા. કાવ્ય લેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાને વાઘેલા નેહલ, દ્વિતીય સ્થાને પરમાર ચાંદની અને તૃતીય સ્થાને કણજારીયા સ્નેહા આવેલ હતી. વિજેતા થયેલ દરેક પ્રતિભાગીને પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ હતા તથા પ્રથમ સ્થાને આવેલા પ્રતિયોગીએ હવે રાજ્યકક્ષાએ યોજનાર સ્પર્ધામાં ભાગ લેશે.

આ સાથે મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરીના હેન્ડક્રાફ્ટ અને પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રના સ્ટોલ પણ સ્થળ પર લગાવવામાં આવ્યા હતા. જેના દ્વારા યુવાનોને સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમનું માર્ગદર્શન નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગી દ્વારા કરવામાં આવેલ હતું તથા આ કાર્યક્રમને સફળ બનાવવા નરોતમ વઘોરા, કિરણ કરેણા, દિપાલી રાઠોડ, હર્ષ પાંડે, સંગીતા મકવાણા, શીતલ ડાંગર અને કિશન રાઠોડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.