ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
ગુજરાત રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે સચાણા બંદર ખાતે માછીમારો સાથે મુલાકાત કરી હતી. માછીમારોએ મંત્રીને જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું હોવાથી જાનહાનિ થઈ નથી તેમજ અન્ય કોઈ મોટી નુકસાની સર્જાઈ નથી.