જામનગર ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યું ઓપરેશન, ફસાયેલા પરિવારને ગણતરીની મિનિટોમાં હેમખેમ રેસ્ક્યું કર્યા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાનો શરૂ થયેલ જેના કારણે શહેરના સેતાવડ વિસ્તારમાં આવેલ એક મકાનનો ભાગ ધરાશાયી થયેલ અને આ ધરાશાયી થયેલ ભાગ બાજુમાં રહેતા પરિવારના દાદરા તરફ પડતા તે પરિવારનો ઘરની બહાર નીકળવાનો માર્ગ સદંતર બંદ થયેલ.ત્યારે ફસાયેલ પરિવારજનો દ્વારા કંટ્રોલરૂમમાં જાણ કરાતાં તુરંત જ જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને પરિવારના 2 પુરુષો અને 3 મહિલાઓ સહિતના સમગ્ર પરિવારનું દિલધડક રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચતા કરાયાં હતા.

આ કામગીરીમાં જામનગર ફાયર બ્રિગેડના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પાંડયન, સ્ટેશન ઓફિસર જસમીન ભેંસદળીયા, ઉપેન્દ્ર સુમાર, વાળા હિતેન્દ્રસિંહ, અર્જુનસિંહ ગોહિલ સહિત ફાયર બ્રિગેડના તાલીમાર્થીઓ જોડાયા હતા અને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન સલામત રીતે પાર પાડ્યું હતું