જામનગરમાં શહેરીજનો દર્શાવી રહ્યા છે સંવેદના…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં અનેક વૃક્ષો તેમજ વિજ થાંભલાઓ ધરાશાયી થયાં છે.જેના મેન્ટેનન્સ સહિતની કામગીરી માટે વિવિધ વિભાગના કર્મચારીઓ ખડે પગે રાત દિવસ કામ કરી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓની જામનગરના શહેરીજનો પણ એટલા જ ભાવથી દરકાર લઈ પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

જામનગર શહેરના વિવિધ સ્થળોએ કામ કરતા કર્મીઓ માટે શહેરીજનો સામે ચાલીને ચા,પાણી, નાસ્તા વગેરે જેવી મદદ પહોંચાડી રહ્યા છે તો બીજી તરફ વરસાદ અને વાવાઝોડાના કારણે પંખીઓ ભૂખ્યા ન રહે તે માટે બહોળી સંખ્યામાં લાખોટા તળાવની પાળે પહોંચી પક્ષીઓ માટે ચણની સેવા પૂરી પાડી રહ્યા છે.