Home જાણવા જેવું સ્ત્રીએ તંદુરસ્તી, સુંદરતા અને વ્યક્તિત્વ માટે પોતાના સ્વ પર ધ્યાન આપી ને...

સ્ત્રીએ તંદુરસ્તી, સુંદરતા અને વ્યક્તિત્વ માટે પોતાના સ્વ પર ધ્યાન આપી ને ચાલવું જોઈએ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક:

કહેવાય છે કે સુંદરતા એક એવી વસ્તુ છે કે તે દરેક ના હાથ ની વસ્તુ નથી તે ભગવાને આપેલી સુંદર ભેટ છે. પરંતુ સુંદરતા કરતા પણ સ્વાસ્થ્યનું મહત્વ ગણું છે. વ્યક્તિ સ્વસ્થ હોય તો જ તે સુંદર દેખાઈ શકે. આજે આવી સ્ત્રીઓની વાત કરવાની છે કે તેઓ દિવસ રાત સતત બીજાના માટે જ જીવે છે અને એમાં ખોટું પણ નથી. પરંતુ બીજા માટે જીવવાની સાથે સ્ત્રી એ પોતાનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ.

- Advertisement -

ભારેખમ મેકઅપ થી થોડા સમય માટે સારુ દેખાઈ શકાય પરંતુ આંતરિક સુંદરતા માટે તો સ્વાસ્થ્ય સારુ હોવું જ જોઈએ. અને તે ઘરે બેઠા ના મળી શકે તેના માટે દરેક સ્ત્રી એ પોતે જ જાગૃત થવું પડશે.

પોતાના માટે સમય કાઢી ને પોતાની શારીરિક અને માનસિક જરૂરિયાતો ને ઓળખી ને તે મુજબ ચાલવું પડશે. પહેલા ના જમનામા સ્ત્રી ફક્ત લાજ કાઢી ને ઘર કામ કરતી રહેતી. ના કોઈ સાથે વાત ચિત્ત ના ક્યાય બહાર જવાનુ બસ બધા સુતા હોય ત્યારે શરીર સાથ ના આપે તો પણ ઉઠી જવાનુ ઉઠી ને ના કોઈ નાસ્તા નો ટાઈમે ના કોઈ ખાવા પીવા મા ધ્યાન હોય બસ કામ ને કામ. આમ સ્ત્રી નું જીવન પોતાના માટે ઓછું અને બીજા ના માટે વધુ રહેતું.

પતિની શારીરિક ઈચ્છા થી માંડી ને સંતાન ને દુનિયા મા લાવા સુધી ની જવાબદારી તેમા સતત કટાતું શરીર. લાંબાગાળે ખુબ જ ઓસમાઇ જતું આ થઇ શારીરિક સમસ્યા ની વાત. પરંતુ શારીરિક સમસ્યા ની સાથે સાથે માનસિક સમસ્યાઓ પણ સ્ત્રી ને ઘેરી લેતી હોય છે.

વગર વાંકે લોકોના શબ્દો સાંભળવાના, સતત કરવામા આવતી ટકોર, સત્ય બોલવાની પણ મનાઈ હોય બસ જે હોય એ મુંગા મોઢે સહન કરવાનું. આ દરેક વસ્તુ સ્ત્રી ના મન પર લાંબા ગાળે અસર કરે છે અને સ્ત્રી માનસિક સમસ્યાઓ નો ભોગ બને છે.

હવે સમય ઘણો બદલાયો છે. હવે સ્ત્રી પોતાનું ધ્યાન જાતે જ રાખે છે તે પોતે સ્વતંત્ર બની છે. પુરુષ ના ખભે થી ખભે મેળવી ને તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આત્મનિર્ભર બની છે.

અમુક સ્ત્રીઓ નો વર્ગ એવો છે કે તે પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ નથી. તો એ વસ્તુ તંદુરસ્ત સમાજ માટે યોગ્ય નથી. દેખા દેખી ના ચક્કર માં ફસાઈ ને અમુક વાર સ્ત્રીઓ સુંદરતા ની હોડ મા લાગી જાય છે.

પોતાના ચેહરા ને સુંદર બનાવા માટે તે ચેહરા ની સર્જરી કરાવે છે અને મોંઘાદાટ સૌંદર્ય પ્રસાધનો પાછળ લાખો રૂપિયા વાપરે છે. તેના કારણે ચેહરા ની કુદરતી ચમક ઝાંખી પડે છે.પરંતુ સુંદરતા નો માપદંડ તો સારા સ્વાસ્થ્ય મા રહેલો છે. તેટલા રૂપિયા સ્ત્રી જો સારા ખાન-પાન પાછળ ખર્ચ કરે તો તેને સુંદરતા ની સાથે સાથે સારુ સ્વાસ્થય પણ મળી શકે.

લીલા શાકભાજી, દૂધ, સૂકા મેવા અને ફળો એ ચહેરા માટે ઉત્તમ ખોરાક છે સાથે સાથે સારા સ્વાસ્થ્ય માટે પણ એટલા જ જરૂરી છે.. જેટલો ખોરાક શરીર માટે જરૂરી છે તેટલો જ વ્યાયામ પણ જરૂરી છે વધતી ઉંમર ની નિશાનીઓ ચહેરા પર દેખાઈ આવે છે.

પોષણયુક્ત આહારની કમી અને બેઠાડું જીવન શરીર ને સમય પહેલા વૃદ્ધ બનાવે છે. તેના માટે શરીર મા કસવાટ જરૂરી છે. નહિ તો શરીર ફૂલી ફૂલી ને બેડોળ થઇ જાય છે ત્યાં થી જ બધી જ સમસ્યાઓ ચાલુ થાય છે. વ્યક્તિત્વ ને તો અસર થાય જ છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બેડોળ શરીર તે યોગ્ય નથી. આમ પણ સ્ત્રીઓ એ ઘર કામ ની સાથે સાથે આહાર અને કસરત પર પણ ધ્યાન આપવું જોઈએ. પતિ ની નજર મા આધેડ વયે પણ ખુબસુરત દેખાવાનું દરેક સ્ત્રી નુ સપનું હોય છે. તેના માટે પણ સતત એક સ્ત્રી એ જાગૃત રેહવું જોઈએ.

આજ કાલ પ્રોફેશનલ કામો મા પણ વ્યક્તિત્વ ને ધ્યાન મા રાખવા મા આવે છે. તેથી જ તંદુરસ્તી, સુંદરતા અને વ્યક્તિત્વ માટે સ્ત્રી એ પોતાના સ્વ પર ધ્યાન આપી ને ચાલવું જોઈએ. તેથી જ ઘર, સમાજ અને દેશ ને તંદુરસ્ત નારી અને સારુ ભવિષ્ય મળી શકશે.

– સૂચિતા ભટ્ટ (કલ્પનાના સુર) , અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here