જામનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી, IFA ટેબ્લેટ વિતરણ કરાયા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

સમગ્ર વિશ્વમાં ૨૮મે ના રોજ વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જીલ્લા આરોગ્ય શાખા દ્વારા તાલુકાના અલગ અલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઉજવણી કરવામાં આવી હતી. માસિક સ્ત્રાવ દરમિયાન ખાસ કરીને ઘરના લોકોથી દુર રહેવું , રસોડામાં ન જવું જોઈએ વગેરે ગેરજેવી માન્યતાઓ દુર કરવા અંગે મહિલાઓને સમજૂતી આપવામાં આવી હતી. અને આ બાબતને લઈને જન જાગૃતિના કાર્યક્રમ ચલાવવા આરોગ્ય કર્મચારીઓને સુચન કરવામાં આવ્યા હતા. જેમાં ICDS વિભાગ દ્વારા બ્રેસલેટ મેન્સયુઅલ અને આશા કાર્યકર દ્વારા IFA ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રેડ ડોટ વિષે સામાજિક કુટનીતિ વિષે સમજૂતી આપવામાં આવી હતી. અને મહિલાઓમાં માસિકચક્રને લીધે થતા પરિવર્તનો વિષે ચર્ચા કરવામાં આવી હતી.

તરુણાવસ્થા થી લઇને મેનપોઝ સુધીના સમયગાળામાં સમયાન્તરે થતા શારીરિક તેમજ માનસિક ફેરફારો થતા હોય છે. માસિકના દિવસોમાં સ્ત્રીઓએ સ્વચ્છતા રાખવી મહત્વની છે. ગ્રામીણ વિસ્તારોમાં આ બાબતે સજાગતા ઓછી હોય છે. શહેરોમાં પણ સંકોચન ને લીધે સ્વચ્છતા બાબતે સ્ત્રીઓ ધ્યાન નથી આપી શકતી. મહિલાઓને માસિકના દિવસોમાં સેનેટરી નીપકીનનો યોગ્ય ઉપયોગ તેમજ યોગ્ય નિકાલ કરે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વચ્છતાના અભાવે જાતીય રોગ થવાનો ભય રહે છે. કાર્યક્રમમાં આ રોગો વિષે પણ વિગતવાર માહિતી આપવામાં આવી. આ ઉપરાંત માસિકસ્ત્રાવ બાબતે સામાજિક ભેદભાવ દુર થાય અને એક સામાન્ય શારીરિક કુદરતી પ્રક્રિયા તરીકે સમાજમાં સ્વીકૃત થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

માસિકસ્ત્રાવના સમયે બહેનો માટે સમાજમાં રહેલી વિવિધ ગેરમાન્યતા જેવી કે ધાર્મિક સ્થાનોએ ના જવું , શાળા કે કામના સ્થળે ના જવું , રસોડામાં પ્રવેશ ન કરવો અમુક ચોક્કસ જ આહાર ખાવો જોઈએ વગેરે ગેરમાન્યતા દુર કરવા સમાજના લોકો માહિતગાર થાય તે માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર સાહેબ અને રીપ્રોડકટીવ એન્ડ ચાઈલ્ડ હેલ્થ ઓફિસર ડો.નુપુરના માર્ગદર્શન હેઠળ તાલુકાના અલગ અલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ તેમજ મહિલા અને કિશોરીઓને બોલાવી માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાલાવડ તાલુકાના મોટા વડાલા આરોગ્ય કેન્દ્ર ખાતે ડીસ્ટ્રીક સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનીકેટર ચિરાગ પરમાર, મોટા વડાલા આરોગ્ય કેન્દ્રના ફીમેલ હેલ્થ કાર્યકર વી.એ.ગેડા અને સી.એચ.ઓ દ્વારા કિશોરી અને બહેનોને માહિતી આપવામાં આવી હતી.