કાલાવડમાં નગરપાલિકા સામે જ બેકરીમાં મોડી રાત્રે ભીષણ આગ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ:

જામનગરના કાલાવડમાં આવેલ નગરપાલિકા સામે જ સરદાર ચોકમાં આવેલ રાધે બેકરીમાં ગઈકાલ રાત્રે 2:00 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી.

આ આગજનીને પગલે તાત્કાલિક કાલે કાલાવડ ફાયર વિભાગના ફાયર ઓફિસર મયુર પરમાર અને કાફલા એ દોડી જઈ આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

કાલાવડ ફાયર વિભાગની ટીમ દ્વારા 28000 લીટર પાણીનો મારો ચલાવી ભીષણ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ આગની ઘટનામાં બેકરીમાં રહેલ સંપૂર્ણ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

જોકે, મોડી રાત્રે બેકરીમાં લાગેલ આગનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું. ગઈકાલ રાત્રે મોડેથી રાધે બેકરીમાં અચાનક જ લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા વહેલી સવાર સુધી કાલાવડ નગરપાલિકા ની ફાયર વિભાગ દ્વારા ભારે મથામણ કરવામાં આવી હતી.