ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં નવમા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની ઉજવણી ના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓમાં નાનપણથી જ યોગ , પ્રાણાયામ, આસનો ના માધ્યમથી તેઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી Yog Summer Camp. નું ગાંધીધામ માં આયોજન કરવામાં આવેલ છે.
જેના ભાગરૂપે ( 9 વર્ષ થી 15 વર્ષ સુધી) ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પ નું જામનગર માં આયોજન કરેલ છે.
આ સમર કેમ્પ માં ભાગ લેનાર દરેક બાળક ને સર્ટિફિકેટ સાથે યોગ નું પુસ્તક તેમજ એક ગિફ્ટ કીટ આપવામાં આવશે તથા નિયમિત સાંજે અલ્પાહાર ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
સમર કેમ્પનો સમયગાળોઃ તા.21-5-2023 થી તા.30-5-2023 સુધી રહેશે.
સ્થળ:
1. સ્વામી નારાયણ વિવેકાનંદ સેન્ટર
2. સરદાર પટેલ સ્કુલ
3. સનસાઈન સ્કુલ
4. એમ્યુઝમેન્ટ પાર્ક
5 . સંગમ બાગ