Home ખેલ-કુદ નેવીડે : હાફ મેરેથોન દોડમાં જામનગરીઓ દોડ્યા, 3000થી વધુ લોકો જોડાયા

નેવીડે : હાફ મેરેથોન દોડમાં જામનગરીઓ દોડ્યા, 3000થી વધુ લોકો જોડાયા

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગરમાં નેવી ડેની ઉજવણીના ભાગ રૂપે, INS વાલસુરા દ્વારા ન્યારા એનર્જીના સહયોગથી ઇન્ડિયન નેવી દ્વારા જામનગર નેવી હાફ મેરેથોન (21 કિમી) 08 ડિસેમ્બર 19 ના રોજ યોજાઇ હતી. આ હાફ મેરેથોન દોડમાં 10 કિ.મી. દોડ અને 5 કિ.મી.માં યોજાઈ હતી જેમાં ખાસ મનોરંજન કાર્યક્રમો પણ યોજાયા હતા.

- Advertisement -

જામનગરના લાખોટા તળાવથી હાફ મેરેથોન દરમ્યાન CMD સી. રઘુરામ, વી.એસ.એમ., કમાન્ડિંગ ઓફિસર આઇ.એન.એસ.ની ઉપસ્થિતમાં 10 કિ.મી. દોડને ન્યારા એનર્જીના સી. મનોહરે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવી હતી. જ્યારે જામનગરના કમિશનર સતીષ એ.પટેલ દ્વારા 5 કિ.મી. દોડને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

જામનગરના 3000 થી વધુ નાગરિકોએ આ હાફ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. નાનાથી માંડીને મોટેરાઓ પણ આ મેરેથોન દોડમાં દોડતા જોવા મળ્યા હતા. ત્રણેય કેટેગરીમાં સ્કૂલનાં બાળકો ઉપરાંત એનસીસી કેડેટ્સો, ભારતીય સેના અને એરફોર્સ, શાસ્ત્ર સીમા બાલ, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત પોલીસ અને વિવિધ સંસ્થાઓના લોકોએ રવિવારે હાફ મેરેથોન દોડમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

લોક જાગૃતિ લાવવા સામાજિક મુદ્દાઓ સાથે ઘણા બાળકોએ પ્લેકાર્ડ સાથે હાફ મેરેથોન દોડમાં જોવા મળ્યા હતા. સૈનિક સ્કૂલ બાલાચડીના 140 થી વધુ બાળકોની પણ જોડાયા હતા.

હાફ મેરેથોન દોડમાં સ્નેજે ઘોષાલે મેદાન માર્યું હતું. શ્રીમતી શોભા પરમારે મહિલાઓમાં હાફ મેરેથોનમાં વિજેતા બન્યા હતા. 10 કિ.મી. દોડમાં પુરુષોમાં મોરસિંહ ધાંગર વિજેતા બન્યા જ્યારે મહિલાઓમાં શ્રીમતી કાજલ વિજેતા બન્યા હતા. 5 કિ.મી.ની કેટેગરીમાં બિનોદ ઓરાઓન અને શ્રીમતી શાલિની મિશ્રાએ ટોચનું સન્માન મેળવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here