ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દર મહિનાના છેલ્લા રવિવારે ટી. વી. , સોશિયલ મીડિયા અને રેડિયો જેવા માધ્યમો દ્વારા ‘મન કી બાત’ નામનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. તાજેતરમાં, દેશભરમાં આ કાર્યક્રમનો 100 મો લાઈવ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેના અન્વયે, જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં વિધાર્થીઓએ અને સ્ટાફ ગણે ઉત્સાહપૂર્વક પ્રધાનમંત્રીના રેડિયો કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન 400 જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. વિધાર્થીઓએ પ્રધાનમંત્રીના સંભાષણમાંથી પ્રેરણા મેળવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના ડીન ડો. નયના પટેલ તેમજ અન્ય સ્ટાફ ગણ ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ઓરલ મેડિસિન અને રેડિયોલોજી વિભાગના વડા અને પ્રાધ્યાપક ડો. રીટા ઝા દ્વારા કરવામાં આવ્યું હતું.