ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમની સફરને ગત તા. 30 એપ્રિલના રોજ 100 મહિના પૂર્ણ થયા હતા. એક પણ ગેરહાજરી વગર પ્રત્યેક મહિનાના છેલ્લા રવિવારે દેશવાસીઓ સાથે ‘મન કી બાત’ સંવાદના માધ્યમથી વડાપ્રધાનએ સમગ્ર દેશવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વડાપ્રધાનમન કી બાત દ્વારા લોકો સમક્ષ દેશના જુદા- જુદા સ્થાનો અને વ્યક્તિઓની વિશિષ્ટતા સાથે લોક ઉપયોગી વિચારો રજૂ કરે છે.
જામનગર જિલ્લામાં જિલ્લા કૃષિ વિભાગ સંલગ્ન ‘આત્મા પ્રોજેક્ટ’ ના સ્ટાફ અને ફાર્મર ફ્રેન્ડસ (ખેડૂત મિત્રો) દ્વારા આત્મા સાથે જોડાયેલા ફાર્મર્સ ઈન્ટરેસ્ટ ગ્રુપ (F. I. G.) અને કોમોડિટી ઈન્ટરેસ્ટ ગ્રુપના (C. I. G. ) સદસ્યો દ્વારા ઉપરોક્ત કાર્યક્રમનું શ્રવણ કરવામાં આવ્યું હતું. ખેડૂતો ટેલીવિઝન, મોબાઈલ ફોન, રેડિયો અને સોશિયલ મીડિયાના અન્ય માધ્યમો દ્વારા બહોળી સંખ્યામાં જોડાયા હતા.