ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક- અધિકારો વિષે માહિતગાર કરવા માટે જામનગરના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા ‘દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર’ યોજાઈ હતી.
આ નિઃશુલ્ક શિબિરમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો, અંત્યોદય યોજના, બાગાયત વિભાગ દ્વારા દિવ્યાંગ મહિલાઓ માટે કાર્યરત સહાય યોજના અંગે ઉપસ્થિત સર્વેને સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી. જામનગરની 18 થી 60 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ દિવ્યાંગ મહિલાઓ જિલ્લા નાયબ બાગાયત નિયામક ની કચેરી ખાતેથી શાકભાજી વાવેતર અને ખાદ્ય પદાર્થો બનાવવાના વર્કશોપમાં ભાગ લઈ શકશે. તેઓએ આ વર્કશોપમાં ભાગ લેતા પૂર્વે આઈ. ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ અંગે, વધુ માહિતી મોબાઈલ નં. 9484772277 પરથી મેળવી શકાશે. ઉપરોક્ત શિબિરને સફળ બનાવવા માટે પ્રફુલ્લા મંગે, આર. જે. પાલેજા, દિપક સંચાણીયા, પી. બી. શાહ અને રિયા ચિતારાએ જહેમત ઉઠાવી હતી.