Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગરમાં ગુજરાત ફર્ટિલાઇઝર ડિલર્સ એસોસિએશનના બેંક એકાઉન્ટમાંથી કર્મચારીઓએ પોણા ત્રણેક કરોડ ટ્રાન્સફર...

જામનગરમાં ગુજરાત ફર્ટિલાઇઝર ડિલર્સ એસોસિએશનના બેંક એકાઉન્ટમાંથી કર્મચારીઓએ પોણા ત્રણેક કરોડ ટ્રાન્સફર કર્યા,જાણો શુ નોંધાઈ ફરિયાદ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

દિવસે ને દિવસે હવે ચિટિંગ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ઓનલાઈન પ્રક્રિયાથી લોકોને છેતરવાના પણ અનેક કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ થતી હોય છે. વ્યાપારિક પેઢીઓ, ટ્રસ્ટો અને એસોસિએશન સહિતના મોટા વ્યવહારોમાં અનેકવાર કંઈક ને કંઈક ઉચાપત થતી હોવાનું સામે આવે છે.ત્યારે જામનગરમાં પણ પોણા ત્રણેક કરોડ જેટલી રકમ કર્મચારીઓએ ઉચાપત કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

જામનગરમાં ગુજરાત ફર્ટિલાઇઝર ડિલર્સ એસોસિએશનના બેંક એકાઉન્ટમાંથી એસોસિએશનના જ ત્રણ કર્મચારીઓએ રૂપિયા 2.79 કરોડની રકમ ટ્રાન્સફર કરી લેવાનું સામે આવ્યું હતું.

આ બેન્કિંગ વહીવટ બાદ ગુજરાત ફર્ટિલાઇઝર ડિલર્સ એસોસિએશનના હોદ્દેદારોને જાણ થતા જ એસોસિએશનના કાંતિલાલ ગોરધનદાસ ગલાણીએ જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસોસિએશનની ઓફિસમાં જ એકાઉન્ટીંગ અને ઓફીસવર્કનું કામ કરતા પંચેશ્વર ટાવર પાસે દોલત નિવાસમાં રહેતા ગૌરવભાઈ ગીરીશભાઈ મહેતા, ગીરીશભાઈ અભેસંગભાઈ મહેતા અને પંજાબ નેશનલ બેંક પાસે માંગલિક સ્ટોર પાસે રહેતા મહેશભાઈ શાંતિભાઈ મહેતા સહિત ત્રણ સામે સમયાંતરે રૂપિયા 2.79 કરોડની ઉચાપત કર્યાંની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર ડિલર્સ એસોસિએશનના એકાઉન્ટમાંથી રૂપિયા 2.79 કરોડની ઉચાપત કરવાના ગુન્હામાં ગૌરવભાઈ ગીરીશભાઈ મહેતા, ગીરીશભાઈ અભેસંગભાઈ મહેતા અને મહેશભાઈ શાંતિભાઈ મહેતા સહિત ત્રણ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે IPC કલમ 120(બી), 406, 420, 409 મુજબની કલમો હેઠળ ફરિયાદ નોંધી સીટી બી ડિવિઝનના પીએસઆઈ જે.વી.રાઠોડે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here