જામનગર મહાનગપાલિકાના કમિશ્નર તરીકે ડી.એન. મોદીએ ચાર્જ સંભાળ્યો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત સરકારના નોટિફિકેશન પરત્વે ડી. એન. મોદી,IAS (૨૦૦૭ બેચ) ની કમિશનર, જામનગર મહાનગરપાલિકા તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

જે પરત્વે 28 એપ્રિલ,2023ના કમિશનર જામનગર મહાનગરપાલિકા તરીકેનો ડી.એન.મોદીએ ચાર્જ સંભાળેલ છે. તેઓએ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે DDO ખેડા, કલેકટર તરીકે ખેડા, કલેકટર પોરબંદર, કમિશનર મહાનગરપાલિકા ગાંધીનગર તેમજ ચેરમેન GUDA, ગાંધીનગર, કમિશનર (ICDS) વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ વિભાગમાં ફરજ બજાવેલ છે.

અગાઉ જામનગર કલેકટર કચેરી ખાતે RAC તરીકે સેવાઓ બજાવેલ છે. જામનગર શહેરના વિકાસ કાર્યો ઝડપભેર આગળ વધે તે માટે પદાધિકારીઓ સાથે સંકલનમાં રહીને કામગીરી કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.