જામનગરમાં રાજ્ય કક્ષાની ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પહેલા જ સ્ટેજ તુટ્યું, તંત્રએ આવો કર્યો ખુલાસો…!!!

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં રાજય કક્ષાની ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું હતું અને આ સ્ટેજ ઉપર પ્રેક્ટિસ પણ કરવામાં આવી રહી હતી ત્યારે ગુરુવારે રાત્રે એકા-એક આ સ્ટેજ ધરાસાઈ થયું હતું અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

જેને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને નાશ ભાગ પણ મચી જવા પામી હતી પરંતુ રાજ્ય કક્ષાના કાર્યક્રમ પૂર્વેદ જ્યાંથી મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતના મહાનુભાવો અનેક લોકોને સન્માનિત કરવાના હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાનો હતો. તે કાર્યક્રમ પહેલા જ તૂટી પડતા અનેક સવાલો ઊભા થયા છે અને આ ઘટના બાદ તંત્ર દ્વારા ઢાંક પીછોળો પણ કરવા પ્રયાસ કરવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટના અંગે સરકારી તંત્ર દ્વારા ખુલાસો કરતા જણાવવામાં આવ્યું છે કે, સ્ટેજને તૈયાર કરવાની કામગીરી પ્રગતિ હેઠળ હતી તે દરમિયાન ગત તા.27 એપ્રિલના રોજ રાત્રે 9.30 કલાકે સ્ટેજ પર લાઇટિંગની ફ્રેમ ગોઠવતી વખતે ટેકનિકલ ક્ષતિ સર્જાતા આ લાઈટીંગની ફ્રેમ અનબેલેન્સ થઇ એક તરફ ઝૂકી ગઈ હતી જેનો લોડ વધવાના કારણે ફ્રેમમાં ખામી સર્જાતા ફ્રેમ નમી જવા પામેલ.

આ બનાવ દરમિયાન પાંચ વ્યક્તિઓને સામાન્ય ઇજા થવા પામેલ. જે તમામને તાત્કાલિક સારવાર માટે શહેરની જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપી તમામ વ્યકિતઓને રજા આપી દેવામાં આવેલ છે તેમજ ઝૂકી ગયેલ ફ્રેમને તાત્કાલિક દૂર કરી નવીન ફ્રેમથી ડાયસ તૈયાર કરવાની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમ વિદ્યુત વિભાગ રાજકોટના કાર્યપાલક ઇજનેર ડી.ડી. શેખલીયાએ જણાવ્યું છે.