Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગરના વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

જામનગરના વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

0

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક,ડેસ્ક :જામનગર
જામનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને સને-૨૦૧૯ના વર્ષ(ભાગ-૧)ની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ હોવાથી 8 જુનથી થી 18 જુન 2019 સુધી ૧૧ દિવસ દરમિયાન પોલીસ અધિક્ષક જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર છે.જેથી 8 જુનથી થી 18 જુન 2019 દરમ્યાન જાહેર જનતાના પ્રવેશ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જામનગર જીલ્લા માહિતી કચેરીની યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here