ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર ખાતે આગામી 1લી મે ના રોજ થનાર ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જામનગર મહનગરપાલિકા, જિલ્લા પંચાયત જામનગર તથા ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગરના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ હિમોફોલિયા ડે સહિતના વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તા.૧૭/૦૪/૨૦૨૩ ના રોજ વર્લ્ડ હિમોફોલીયા ડે – આરોગ્ય દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે જાંબુડા સી.એચ સી, લાલપુર સી.એચ.સી તથા કામદાર કોલોની યુ.એચ.સી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જે અન્વયે કુલ ૨૩,૪૦૦ સીસી બ્લડ એકત્ર કરવામાં આવેલ હતું.
આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમ્યાન સગર્ભમાતાઓએ ક્યા પ્રકારનો ખોરાક લેવો, બાળકની સારસંભાળ તથા સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ જેવી કે જે.એસ.એસ.કે. સેવાઓ, ખીલખીલાટ સેવાઓ, માં વાત્સલ્ય તથા આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ બાબતે માહિતગાર કરવામાં આવેલ. બ્રેસ્ટફીડીંગ તથા KMC સંભાળ બાબતે નવજાત બાળકોની માતા તથા તેના સગાઓને બ્રેસ્ટફીડીંગનું મહત્વ તથા નવજાત બાળકની સારસંભાળ બાબતે સમજ અપાઈ હતી. આ ઉપરાંત જીલ્લા પંચાયત, જામનગર દ્વારા તમામ નવજાત બાળકીઓને પોષણ પખવાડિયા-૨૦૨૩ અંતર્ગત નવજાત કીટ આપવામાં આવી હતી.મેન્ટલ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત અંદાજીત ૧૪૩૪ દર્દીઓ તથા તેમના સગાને માનસિક રોગો, વ્યસન મુક્તિ વગેરેનું કાઉન્સીલીંગ કરવામાં આવેલ હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના ડિન ડો.નંદીની દેસાઇ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નર, ડો. દીપક તિવારી, તબીબી અધિક્ષક જી.જી. સરકારી હોસ્પિટલ, જામનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડો. પ્રજાપતિ, ગાયનેક વિભાગના વડા ડો.નલિની આનંદ, ડૉ. ભદ્રેશ વ્યાસ, પીડીયાટ્રીક વિભાગનાં વડા, ડૉ. મૌલિક શાહ એસ.એન.સી.યુ. નોડલ ઓફિસર તથા અધિકારીઓ- કર્મચારીઓ હાજર રહેલ હતા.