Home ગુજરાત કર્ણાવતી યુનિવર્સિટીમાં યૂથ પાર્લિયામેન્ટ ઑફ ઇન્ડિયા – 2019નો પ્રારંભ

કર્ણાવતી યુનિવર્સિટીમાં યૂથ પાર્લિયામેન્ટ ઑફ ઇન્ડિયા – 2019નો પ્રારંભ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: (નિરવ જોશી)

અમદાવાદમાં તા.23 નવેમ્બર, 2019ને શનિવારના રોજ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યૂથ પાર્લિયામેન્ટ ઑફ ઇન્ડિયા – 2019નો ભવ્ય પ્રારંભ થયો હતો.

- Advertisement -

યૂથ પાર્લિયામેન્ટ ઑફ ઇન્ડિયા – 2019ના ઉદઘાટન સમારંભમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાનના પૂ. બ્રહ્મવિહારી સ્વામી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમએ સમગ્ર દેશમાંથી સહભાગીઓને આકર્ષ્યા હતા.

મંચ પર ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોનો આભાર માનતા યૂથ પાર્લિયામેન્ટ-2019ના સંચાલક મંડળના પ્રમુખ ઋત્વિજ પટેલએ જણાવ્યું હતું કે, ‘તાપી જિલ્લાના આદિવાસીઓથી માંડીને બુદ્ધિજીવીઓ સુધી, યૂથ પાર્લિયામેન્ટમાં ‘માસ’ અને ‘ક્લાસ’ બંને વર્ગના લોકોની સહભાગિતા જોવા મળે છે.

આ બે દિવસ દરમિયાન યુવાનો અહીં આપણા દેશ સંબંધિત મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહએ પણ આ કાર્યક્રમ માટે તેમની શુભેચ્છાઓ પાઠવી છે. યૂથ પાર્લિયામેન્ટની બીજી આવૃત્તિનું આયોજન કરવા બદલ કર્ણાવતી યુનિવર્સિટી (કેયુ)ને અભિનંદન પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, ‘યુવાનો ખૂબ મોટી જવાબદારી ધરાવે છે. ન્યૂ ઇન્ડિયા એ આપણા વડા પ્રધાનનું વિઝન છે અને યુવાનો તેને હાંસલ કરવા માટેનો માર્ગ શોધી શકે છે. વર્ષ 2019ની ચૂંટણીમાં યુવાનોએ આ ન્યૂ ઇન્ડિયાના નિર્માણ માટે મત આપ્યાં હતાં. આપણા વડા પ્રધાનના નેતૃત્વ અને દ્રષ્ટિકોણએ યુવાશક્તિને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. યુવાનોએ એ વાત પર વિચાર કરવો જોઇએ કે, વડા પ્રધાન અને અમિત શાહના આ દેશ માટેના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે તેઓ કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે છે.’

યુવાનોને સંબોધતા બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાનના પ. પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, ‘વાસ્તવમાં તો વિદ્યાર્થીઓ અહીં મુખ્ય અતિથિ છે. આપ (યુવાનો) જો પ્રશ્ન પૂછશો, તો આપને તેનો ઉકેલ મળશે. ભારતમાં 35 વર્ષથી ઓછી વયના લોકોની વસતી 35 ટકા જેટલી છે જ્યારે 50 ટકા વસતી 20 વર્ષથી ઓછી વયની છે. ભારત વર્ષ 2050 સુધીમાં વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. આપણે યુવાનો માટે તકો પેદા કરવા આપણા દેશનો પુનર્વિકાસ કરવાની જરૂર છે. આપણે યુવાન, શક્તિશાળી અને વિકાસોન્મુખ છીએ. જે લોકો ભારતને પ્રેમ કરે છે, તેઓ જ તેનું નેતૃત્વ કરી શકે છે. તો મતભેદોથી ઉપર ઉઠો અને એક સશક્ત ભારતનું નિર્માણ કરો.’

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓને અભિનંદન. ગુજરાતે હંમેશા દેશને એક નવો માર્ગ દેખાડ્યો છે. યૂથ પાર્લિયામેન્ટ દેશને એક નવો સંદેશ આપી શકે છે. આ પાર્લિયામેન્ટ એક એવું મંચ છે, જે દેશનો અવાજ સાબિત થઈ શકે છે અને દેશના ભવિષ્યની દિશા નક્કી કરે છે. આ યૂથ પાર્લિયામેન્ટએ એવી ચર્ચા હાથ ધરવી જોઇએ જે આવનારા વર્ષો માટે ફળદાયી સાબિત થાય. યુવાનો સામર્થ્ય ધરાવે છે અને તેઓ ક્રાંતિના અગ્રદૂતો છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ પણ તેનો સાક્ષી છે. નવા નિર્માણ માટે નવી ઊર્જાની જરૂરિયાત છે. આજના યુવાનો નવા ભારતનું નિર્માણ કરશે. માનનીય વડા પ્રધાનની યુવાનોલક્ષી વિવિધ પહેલ, જેમ કે, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાની મદદથી યુવાનો આજે રોજગાર પૂરાં પાડનારા બની ગયાં છે, રોજગાર માંગનારા નહીં.’

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, ‘આ યૂથ પાર્લિયામેન્ટમાં ઉપસ્થિત રહેવા બદલ હું પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું. અહીંયા યુવા ભારત ઉપસ્થિત છે. દેશ સંબંધિત મુદ્દાઓનો ઉકેલ શોધવા માટે યુવાનોની ઊર્જાને યોગ્ય દિશા આપવા માટે તેમને સંલગ્ન કરવાના આ પ્રયાસને હું બિરદાવું છું. યુવાનોને તેમની મહત્વાકાંક્ષાઓ તથા તેઓ દેશના વિકાસમાં કેવી રીતે યોગદાન આપવા માંગે છે તે જાણતા હોવા જોઇએ. આપનું પોતાનું સ્વૉટ એનાલીસિસ કરો. આપને આપની ક્ષમતાઓ અને નબળાઇઓની જાણકારી હોવી જોઇએ તથા તેને સુધારવા માટે તત્પર રહેવું જોઇએ. આપ જ્યારે પણ આપની સરકારને ચૂંટતા હો ત્યારે સભાનપણે પસંદગી કરો. પરિણામો કોણ આપી શકે છે અને આપનું નેતૃત્વ કોણ કરી શકે છે તે અંગે વિચારો. આજે આપ ભાગ્યશાળી છો કે, આપને યુવાનોના વિકાસને શક્ય બનાવનારો રાજકીય માહોલ પ્રાપ્ત થયો છે. આપણું રાજકીય નેતૃત્વ ફક્ત દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને દિશા બતાવી રહ્યું છે.’

મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની ‘સેન્સર બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન રેગ્યુલેશન ઑન ડિજિટલ કન્ટેન્ટ’ વિષય પરના સત્ર માટેના પેનલિસ્ટો પૈકીના એક હતાં. સહભાગીઓના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે, ‘સમગ્ર વિશ્વના અંદાજે 71 ટકા જેટલા યુવાનો આ પ્રકારના મંચો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. અધિકારોની સાથે જવાબદારીઓ પણ આવે છે. પરંતુ આ જવાબદારીઓ કોણ થોપશે તે એક ચર્ચાનો વિષય છે. આપણે આપણી આઝાદી તો માણવી છે પરંતુ આપણે આપણા બાળકો અને મહિલાઓને જોખમમાં મૂકવા નથી માંગતા. સ્મૃતિ ઇરાનીએ આગળ જણાવ્યું હતું કે, ‘સરકારે છેલ્લાં દોઢ વર્ષમાં જાતીય ગુના આચરનારા અંદાજે 7 લાખ ગુનેગારોનો ડેટા એકઠો કર્યો છે, જેમના ડીવાઇઝમાં પોર્નોગ્રાફિક મટીરિયલ ઉપલબ્ધ હતું.’

ખ્યાતનામ અભિનેતા અર્જુન રામપાલએ જણાવ્યું હતું કે, ‘માતા-પિતા તરીકે તે આપના પર નિર્ભર કરે છે કે, આપ આપના બાળકને શું દેખાડવા માંગો છો અને કન્ટેન્ટને ફિલ્ટર કરવા માંગો છો કે નહીં. આપનું બાળક જે જુએ છે તેના માટે આપ જવાબદાર છો. તેમના ડીવાઇઝ પર નજર રાખવી એ આપની જવાબદારી છે. તેમને સોશિયલ મીડિયા પર ફૉલો કરો, તેમની સાથે કનેક્ટ થવું ખૂબ સરળ છે.’

સગાવાદ અંગે અર્જુન રામપાલે જણાવ્યું હતું કે, ‘એક ડૉક્ટરનું બાળક ડૉક્ટર બને છે, એક વકીલનું બાળક વકીલ બને છે. એક પિતા દેખીતી રીતે તેના બાળકને મદદરૂપ થશે. જો બાળકમાં પ્રતિભા નહીં હોય તો, દર્શકો તેને સ્વીકારશે પણ નહીં.’

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રખ્યાત અભિનેતા મનોજ જોશીએ જણાવ્યું હતું કે, ‘મોબાઇલ ફોનએ વ્યક્તિના ચારિત્ર અને નૈતિકતાને ભ્રષ્ટ કરી દીધા છે. બધું જ ઓટીટી છે અને આ જ બાબત યુવાનો પર ભારે પડી રહી છે.’ આ સત્રમાં લેખક રાજ શાંડિલ્ય અને સીબીએફસીના સભ્ય મિહિર ભૂતા પણ ઉપસ્થિત રહ્યાં હતા.

બીજા સત્ર – ‘ઇઝ જસ્ટિસ ડીલેઇડ, જસ્ટિસ ડીનાઇડ?’માં ઉપસ્થિત રહેલા ખ્યાતનામ વકીલો અને કૉંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવી તથા સલમાન ખુર્શીદએ ન્યાય પ્રણાલીને કોરી ખાનારા મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here