Home ગુજરાત “વાયુ” વાવાજોડું દરિયામાં સક્રિય: ગુજરાતના દરિયા કિનારે 2 નંબરના સિગ્નલ

“વાયુ” વાવાજોડું દરિયામાં સક્રિય: ગુજરાતના દરિયા કિનારે 2 નંબરના સિગ્નલ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક:જામનગર

“વાયુ”નામનું વાવાજોડું દરિયામાં સક્રિય બનવાના સંકેતો મળી રહ્યા છે. હાલ આ ગુજરાતના તમામ દરિયાઇ વિસ્તારોમાં આવેલા બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે.

- Advertisement -

વાયુ વાવાજોડું ત્રાટકવાના એંધાણ વર્તાતા જ ગુજરાતમાં રાજ્ય સરકારે આગમચેતીના પગલાંઓ આરંભી દીધા છે. ત્યારે દરિયામાં હવામાન ખાતાની સૂચના અનુસાર આજે સવારે 11.30 વાગ્યાથી ગુજરાત રાજ્યના તમામ બંદરો પર 2 નંબરના ભયસુચક સિગ્નલ લગાવી દેવાયા છે. દરિયા કિનારે બોટો પણ પરત બોલાવી લેવાઈ છે.

હાલારમાં વાયુ વાવાજોડાની આગાહી વચ્ચે NDRF ની ટુકડીઓ આવી ચુકી છે. હાલમાં આર્મી, કોસ્ટગાર્ડ, NDRF સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના 40 ગામોમાં એલર્ટ પણ આપી દેવાયું છે. ત્યારે જામનગર-દ્વારકામાં NDRFની 3 ટુકડીઓ દરિયાઈ વિસ્તારમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રના વેરાવળ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ-ભુજના બંદરો પર હાલ 2 નંબરના સિગ્નલ લગાવી એલર્ટ અપાયું છે.

જ12 જૂનના રાત્રી સુધીમાં વાયુ વાવાજોડું ત્રાટકવાના અણસાર મળી રહ્યા છે. સાથે સાથે 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પણ આવી શકે તેવી સંભવતઃ જોવાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here