PM મોદીના લક્ષ્યોને લઈને પસમાંદા મુસ્લીમ સમાજ ઉત્થાન સમિતિ સંઘની જામનગરમાં પ્રદેશ બેઠક મળી , પ્રદેશ મંત્રી પદે રજ્જાક ચાવડાની નિયુક્તિ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં પસમાંદા મુસ્લીમ સમાજ સમિતિ સંઘના રાષ્ટ્રીય મુખ્ય સંરક્ષક તેમજ પૂર્વ મેમ્બર હજ કમિટી ઓફ ઇન્ડિયા, પૂર્વ મેમ્બર ઓફ PAC રેલ્વે બોર્ડ, પૂર્વ રાષ્ટ્રીય મેમ્બર સેન્ટ્રલ વકફ બોર્ડ, પૂર્વ રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ BJP માઈનોરિટી મોરચાના ઈરફાન અહેમદજી, રાષ્ટ્રીય મંત્રી તેમજ હજ કમિટી ઓફ ગુજરાત ના ડાયરેક્ટર અકરમભાઈ શાહ, ગુજરાત પ્રદેશ પ્રભારી તેમજ પૂર્વ હજ કમિટી ઓફ ગુજરાત ના ચેરમેન એવા પ્રો. મોહમ્મદઅલી કાદરી, પ્રદેશ પ્રમુખ સુલેમાનભાઈ ગઢીયા, પ્રદેશ મંત્રી હુસેનભાઈ દલ, સૌરાષ્ટ્ર ઝોનના મીડિયા પ્રભારી ઐયાજભાઈ કાલવાત સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જુના કુંભારવાડા વિસ્તારમાં આવેલા પીર મહેબૂબશાહ મોતીવારા દરગાહ પાસે પ્રદેશ બેઠક યોજાઇ હતી.

જામનગરના જુના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ એવા પીર મહેબૂબ શાહ મોતીવાલા ની દરગાહ પર પસમાંદા મુસ્લીમ સમાજ સમિતિ સંઘના અગ્રણીઓએ ખાસ મુલાકાત લઈ ચાદર ચડાવી હતી અને પુષ્પ અર્પણ કરી વિશ્વ શાંતિ તેમજ ભાઈચારા ઉપરાંત ભારતની તરફથી અને વિશ્વ ગુરુ ભારત બને તે માટે ખાસ દુઆ કરી હતી.

જામનગરમાં પ્રદેશ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દરેક સમાજના લોકો સમાંતર ભાવનાથી આગળ વધે તેવા સુભાશયને ધ્યાને લઈ માઇનોરીટી સમાજના ઉત્થાન માટે યોજનાબ્ધ્ધ પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ ગુજરાત અને જામનગરમાં સંગઠન શક્તિથી આગળ વધવા જઈ રહ્યું છે. જે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ ગુજરાતના પ્રદેશ મંત્રી તરીકે ચાવડા રજ્જાકભાઈ કાસમભાઈ ને નિયુક્ત કરાયા હતા. જેથી ઉપસ્થિત સૌ કોઈ અગ્રણીઓએ નવા વરાયેલા હોદ્દેદારને અભિનંદન પાઠવી સાથ સહકાર આપવા કોલ આપ્યો હતો.

આ પ્રસંગે નવા વરયેલા પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ ગુજરાતના પ્રદેશ મંત્રી રજ્જાકભાઈ ચાવડાએ સંગઠનને મજબૂત બનાવવા અને જામનગર ઉપરાંત અન્ય ગુજરાત રાજ્યના શહેરો અને જિલ્લાઓમાં માળખું મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ રહેશે તેવું જણાવ્યું હતું. આવનારા સમયમાં મુસ્લિમ સમાજ પણ અન્ય સમાજની માફક સધ્ધર બની દેશહિત અને રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપે તેવા પ્રયત્નો કરવા કટિદ્ધતા દર્શાવી હતી.

પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ સંસ્થા નો મુખ્ય હેતુ સામાજિક અને આર્થિક રીતે આગળ વધારવા, વિધાર્થીઓ ને શિક્ષણ પ્રત્યે આગળ લાવવા, સરકાર તરફથી મળતી જન કલ્યાણ નીતિઓ પ્રજા સુધી પોહચડવી, દરેક ધર્મ જાતિ અને દરેક વર્ગ ના લોકો સાથે રહી રાષ્ટ્નિર્માણ માં ભાગીદાર થઈ દેશ ને વિકાસ તરફ લઈ જવાનો જણાવી રાષ્ટ્રવાદી વિચારધારા સાથે મુસ્લિમ સમાજના દરેક લોકોને જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું.