ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરના પી.એચ.ડી. કરેલા ડો. હેનલ (ભટ્ટ) મોઢા આગામી ચંદ્ર ઉપરના થવા જઈ રહેલા રિસર્ચમાં જોડાશે. ન્યુયોર્કની સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા વિશ્વના રિસર્ચ કરી રહેલા ટોચના પી.એચ.ડી. કરેલા લોકોને સિલેક્ટ કરવામાં આવતા હોય છે. તેમાં જામનગરના ડો.હેનલ મોઢા હાલ પસંદગી પામ્યા છે. આ પ્રકારના રિસર્ચ માટે ભારતમાંથી અત્યાર સુધીમાં જૂજ લોકો જ સિલેક્ટ થયા છે અને તેઓ હાલ આ સંશોધનાત્મક કાર્યમાં જોડાયા છે.
જામનગરના ડો. હેનલ (ભટ્ટ) મોઢાએ ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક ને જણાવ્યું હતું કે, અગાઉ તેઓ ચંદ્રયાન 2.0 મિશનમાં જોડાયેલા હતા અને અમદાવાદની ગુજરાત યુનવર્સિટીમાંથી (NASA) ઇસરોના સંયોજનથી ચંદ્રના સૌથી મોટા એટલે કે, 400 કિલોમીટરના વિશાળ જ્વાળામુખી ઉત્પતિ અંગે ત્રણ વર્ષ રિસર્ચ કરી ચૂક્યા છે. ચંદ્ર માંથી ઉત્પન્નથતા જ્વાળામુખીમાં કેટલા ખનીજતત્તવો આવે છે. જે અંગે રિસર્ચ કરી ચૂક્યા છે. તેમાં સામે આવ્યું છે કે, મેગ્નેશયમ,આર્યન, ટીટેનિયમ અને ઓક્સિજન જેવા ખનીજ તત્વો જોવા મળે છે.
જામનગરના ડો. હેનલ (ભટ્ટ) મોઢા વિશ્વમાં સૌપ્રથમ ચંદ્ર પર પગ મુકનાર નીલ આર્મસ્ટ્રોંગે જે વિસ્તારમાં જ પહોંચ્યા હતા. તે વિસ્તાર એટલે કે “મારે ટ્રાન્કવીલીટાટીસ” તરીકે ઓળખાય છે તેના ઇષ્ટ ભાગના મહત્વના ચંદ્ર પરથી મળતા પેઢાળના રિસોર્સને જે લોકોને કામ આવી શકે છે તે તમામ સ્થળો અંગે રિસર્ચ કરી ચૂક્યા છે. ત્રણ વર્ષની રિસર્ચ કારકિર્દી દરમિયાન ડો. હેનલ મોઢાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રિસર્ચ પેપરો રજૂ કર્યા છે. તેમજ નાશા અને યુરોપીયન પ્લેનેટરી સાયન્સ સહિતની વિવિધ કોન્ફરન્સોમાં પણ ભાગ લઈ મહત્વની ભૂમિકા અદા કરી છે.
જામનગરના ડો. હેનલ (ભટ્ટ) મોઢાની ઓકટોબર 2022માં ન્યુ યોર્કની સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા ચંદ્ર પરના વધુ રિસર્ચ માટે નાશા એલારો મિશન (લ્યુનર રેકોનાન્સ ઓર્બિટર) ના ડેટા થકી થનાર મહત્વના ભૂસ્તશાસ્ત્રીય સંશોધન માટે પસંદગી પામ્યા છે.
2023ના જાન્યુઆરીથી જામનગરના ડો. હેનલ (ભટ્ટ) મોઢા ખાસ એક્સચેન્જ વિઝીટર વિઝા થી મહત્વના સંશોધન માટે ન્યૂયોર્ક પહોંચશે. ન્યૂયોર્કમાં સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા ખાસ ગાઈડ સાથે એક નવું જ સંશોધન સોંપવામાં આવશે. જેને ભારત અને અન્ય બીજા દેશોમાં પણ ઉપયોગી નિવડશે અને ખગોળી એ તેમજ ભૂસ્તરીય ફેરફારોને લઈને ચંદ્ર ની જમીનમાં રિસર્ચ થશે.
જામનગરના પીએચડી કરેલા પૂર્વ નાયબ માહિતી નિયામક સ્વ. વિજય ભટ્ટના પુત્રી ડો. હેનલ (ભટ્ટ) મોઢાને નાશાના સહયોગથી ન્યુયોર્કમાં સંશોધાત્મક કાર્ય માટે પસંદગી પામવા બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે.