ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે 11 થી 12 દરમિયાન મોરબી મુકામે તા -30/10/22 ના સાંજના સમયે કેબલ બ્રીજ (ઝૂલતો પૂલ) તૂટવાની આકસ્મિક દુર્ઘટનામા અવસાન પામેલા નાગરિકો પ્રત્યે માનવ સહજ સંવેદનાઓ વ્યક્ત કરવા સમગ્ર ગુજરાત રાજ્યમા રાજકીય શોક જાહેર કરવામા આવેલ છે અને તે અંતર્ગત જામનગર મહાનગર પાલિકા દ્વારા ઉકત દુર્ઘટનામા અવસાન પામેલ નાગરિકોના દિવંગત આત્માને શાંતિ અને સદગતિ પ્રાપ્ત થાય એ માટે તા-2/11/22 ના રોજ એમ.પી.શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે તેમજ જામનગર શહેર ના તમામ વોર્ડ નં (૧) થી (૧૬) મા આવેલ સોલીડ વેસ્ટ શાખાની વોર્ડ ઓફિસ ખાતે પણ સવારના 11 થી 12 દરમિયાન પ્રાર્થનાસભા નુ આયોજન કરવામા આવ્યું હતું.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જામનગરના મેયર બીનાબેન કોઠારી , સાંસદ પુનમબેન માડમ , ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા , શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા દંડક કેતનભાઇ સહિત તમામ પદાધિકારીઓ, મ્યુનિ.સભ્યો,શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા સહિત ભાજપ સંગઠનના મહામંત્રીપ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી , નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, આસિ. કમિશનર કોમલબેન પટેલ, ઈ.ડી.પી. મેનેજર મુકેશભાઈ વરણવા, શાસન અધિકારી ફાલ્ગુનીબેન પટેલ સહિતતમામ શાખા ના અધિકારીઓ, કર્મચારીઓ સહિત જામનગર શહેર ના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા, અને બે મિનિટ નુ મૌન પાળીને ત્યારબાદ શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી.