મોરબી જુલતા પુલ તૂટવાની ઘટનામાં મૃતકો અને ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં પૂ. કૃષ્ણમણિજી મહારાજ

ધર્મ-આધ્યાત્મિક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રવિવારે મોરબીના ઝૂલતા પૂલ તૂટવાની દૂર્ઘટનાને લઈને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય પીઠ શ્રી 5 નવતનપુરી ધામના પીઠાધિશ્વર શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજે સંવેદના વ્યક્ત કરી છે.

દિવાળી અને નૂતન વર્ષના તહેવારોના વેકેશનના દિવસોમાં રવિવાર દરમિયાન સાંજે મોરબીની વચ્ચે જુલતા પુલ અચાનક તૂટતાં બનેલી દુર્ઘટનાને લઈને અનેક લોકો મોતને ભેટ્યા છે. આ અચાનક જ બનેલી દુર્ઘટનાને લઈને શ્રી 5 નવતનપુરી ધામના પીઠાધિશ્વર શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજે ગીરના હડમતિયામાં ચાલી રહેલ પાંચ દિવસથી ભાગવત કથા ના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન દુઃખ વ્યક્ત કર્યું હતું. અને આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર ઉપસ્થિત સુંદરસાથજી ભાઈ-બહેનોએ મૌન પાડી મહામંત્રના જાપ કરી મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ ઉપરાંત દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા લોકોને પણ જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ગીર પંથકમાં હડમતીયા ખાતે ચાલી રહેલી પાંચ દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય 108 શ્રીકૃષ્ણમણીજી મહારાજે સંવેદના વ્યક્ત કરી આ ઘટનાને લઈને રાજ્ય અને દેશમાં ઘેરા દુઃખની લાગણી છે. ત્યારે દુર્ઘટના દરમિયાન બચાવ કામગીરીમાં જોડાયેલા દેશની ત્રણેય પાંખો અને સ્થાનિક સેવાભાવીઓને પણ સેવાને આવી હતી અને આ પ્રકારની આપદામાં યથા યોગ્ય લોકોને મદદ માટે પણ જોડાવા અપીલ કરી હતી અને મૃતકો તેમજ બીજા ગ્રસ્તોના પરિવારજનોને પણ સંવેદના સાથે સાંત્વના વ્યક્ત કરી હતી.