Home ગુજરાત પ્રાગદાસબાપાની ૧૦૧મી જન્મ જયંતિએ પૂ.ભાઈશ્રીની શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ

પ્રાગદાસબાપાની ૧૦૧મી જન્મ જયંતિએ પૂ.ભાઈશ્રીની શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, પાટણ: (સુનિલ પટેલ)

હારીજના જૂનામાંકા ગામે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ નો પ્રારંભ થયો:  કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે.

પરમ પૂજ્ય સમર્થ શ્રી પ્રાગ દાસ બાપા ગોદડીયા ની ૧૦૧મી જન્મ જયંતી નિમિત્તે હારીજ તાલુકાના જુના માંકા ગામ ખાતે બુધવારથી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ નો ભક્તિ માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

સમસ્ત ગોદડીયા સંતો અને સંતોના આશીર્વાદથી હારીજ તાલુકાના જૂનામાંકા ગામ ખાતે પરમ પૂજ્ય સમર્થ શ્રી પ્રાગદાસ બાપા ગોદડીયા ની ૧૦૧મી જન્મ જયંતી ની ઉજવણી પ્રસંગે તારીખ છ થી ૧૩ નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે જે કથાનો આજથી ભક્તિમય માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શું મધુર વાણીથી ભક્તો શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ નું રસપાન કરી રહ્યા છે.

સાત દિવસ ચાલનાર શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞની સાથે સાથે રાત્રી કાર્યક્રમો તથા કથા દરમિયાન વિવિધ સેવા યજ્ઞનો ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૬ તારીખે કૃષિમેળો, ૭ અને ૯ તારીખે ભજન સંધ્યા, ૧૦ તારીખે સર્વ રોગ નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ સમાજ સેવા , કૃષિ ક્રાંતિ, અસામાન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ, મહિલા સશક્તિકરણ માં સારું યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન અને એવોર્ડ વિતરણ કરવામાં આવનાર છે.

આ સાથે ૧૦ નવેમ્બર ના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ૧૨ નવેમ્બરના રોજ સમર્થ શ્રી પ્રાગ દાસ બાપાની જન્મ શતાબ્દી નો ઉત્સવ યોજવામાં આવનાર છે કથાનું રસપાન કરવા માટે ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કથા સાંભળવા આવનાર ભક્તો માટે વિશાળ સમીયાણો બાંધવામાં આવ્યો છે તેમજ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here