દિવાળીએ જામનગરના આ યુવાનોએ પહોંચી ગરીબો વચ્ચે વહેંચ્યા સુખ-દુઃખ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

સમગ્ર દેશમાં જ્યારે લોકો દિવાળી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જામનગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કેટલાક યુવાનો ગરીબો વચ્ચે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા છે.

આવો જલાયે દિપ વ્હા, જહા અભી ભી હૈ અંધેરા… આ પંક્તિને સાર્થક કરતા જામનગરના વંદે માતરમ ફાઉન્ડેશનના યુવાનોએ ગરીબ વિસ્તારમાં જઈ મીઠાઈ, અનાજ અને કપડાઓ વિતરણ કરી ગરીબો વચ્ચે સુખ દુઃખ બાટી ઉજવણી કરી છે.