Home ગુજરાત જામનગર-રિલાયન્સની મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ત્રણેય પાંખોની મુલાકાત લીધી

જામનગર-રિલાયન્સની મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ત્રણેય પાંખોની મુલાકાત લીધી

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સહપરિવાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને સૈન્યની ત્રણે પાંખોની મુલાકાત લીધી હતી. જ્યાં તંત્ર દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું.

- Advertisement -

રાજ્યપાલએ  પ્રથમ  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચી રિલાયન્સના ગ્રીન બેલ્ટની મુલાકાત લીધી હતી તેમજ ઈન્ડસ્ટ્રીની વિવિધ કામગીરી નિહાળી હતી. 

એરફોર્સ ખાતે કમાન્ડિંગ ઓફિસર એરફોર્સ જામનગર એર કમાન્ડર વી. એમ. રેડ્ડી દ્વારા રાજ્યપાલનું સ્વાગત કરાયું હતું. જ્યાં રાજ્યપાલ સહપરિવાર એરફોર્સની વિવિધ સંરક્ષણની ગતિવિધિઓનું નિરીક્ષણ કર્યું હતું. અને એરફોર્સના ચેતક હેલિકોપ્ટર્સ, જગુઆર વિમાનો, ચિતા હેલિકોપ્ટર્સ જેવા સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતીની સુરક્ષા કરતા વાયુદળના હથિયારોના નિદર્શન નિહાળ્યા હતા.

રાજ્યપાલ જામનગર ખાતેના થલસેનાના મુખ્યાલયની મુલાકાત લીધી હતી જ્યાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા થલસેના કેટલા અંશે જાગૃત છે અને સજ્જ છે, તે માટેના તેના હથિયારો, તેની ટ્રેનિંગ વગેરેને જોઈ અને તેની સમીક્ષા પણ કરી હતી.

આ મુલાકાતમાં રાજ્યપાલ દ્વારા વાલસુરા ખાતેના બેઇઝની મુલાકાત પણ લેવામાં આવી હતી. જ્યાં તેમણે નેવી દ્વારા અરબસાગરની સુરક્ષા માટેની સંપૂર્ણ તૈયારીઓને અને તેના માટે વપરાતા નેવીના વિવિધ સંરક્ષણના ઓજારોનું પ્રદર્શન અને અધિકારીઓ પાસેથી તેના વિશેની માહિતી માહિતી પણ  મેળવી હતી.

આ મુલાકાતમાં કલેકટર રવિશંકર, SP શરદ સિંઘલમ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ, અધિક નિવાસી કલેકટર અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્ર સરવૈયા, જામનગર શહેર પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી, જામનગર પ્રાંત અધિકારી (ગ્રામ્ય) યોગેશ ચૌધરી,ડી.વાય.એસ.પી એ.પી. જાડેજા અને સૈયદ તેમજ લશ્કરની ત્રણે પાંખોના જામનગર ખાતેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here