ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જિલ્લા પંચાયત, જામનગર તથા નયારા એનર્જીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની ૧૦૦ પ્રાથમિક શાળાઓમાં લાયબ્રેરીના પુસ્તકોની કીટ વિતરણનો કાર્યક્રમ જિલ્લા પંચાયત જામનગરના સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રની શાળાઓના વિદ્યાર્થીઓને પણ ઘર આંગણે જ શ્રેષ્ઠ પુસ્તકો મળી રહે અને પાયાથી જ વિદ્યાર્થીઓનું જ્ઞાન અને વાંચન પ્રવૃતિ કેળવાય તે માટેનો પ્રેરક પ્રયાસ કરાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ, ચેરમેન – જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા નયારા એનર્જીના લીડ મેનેજર વિકાસસિંગની ઉપસ્થિતીમાં ૧૦૦ પુસ્તકો સાથેની કીટ સરકારી પ્રાથમિક શાળાઓના સબંધિત આચાર્યઓ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતમાં અર્પણ કરાઈ હતી.